________________
૧૨૪
નવ-તત્ર દીપિકા અધમસ્તિકાય અને આકાશસ્તિકાય પિતાના મૂળ સ્વરૂપે જ સ્થિર રહે છે, એટલે કે તેમના પ્રદેશમાં અન્ય પ્રકારની ન્યૂનાધિક્તા થતી નથી. આજથી લાખે-ક્રોડે વર્ષ પહેલાં તેમાં જેટલા પ્રદેશ હતા, તેટલા આજે પણ છે અને ભવિષ્યમાં પણ તેટલા જ રહેવાના. કાલને પ્રત્યેક પ્રદેશ સ્વતંત્ર છે, એટલે તેમાં પણ સાજન અને વિભાજનની કિયા થતી નથી. જીવ સંકોચ અને વિસ્તારના ગુણવાળો છે, એટલે દેહ પ્રમાણે વ્યાપીને રહે છે, પણ તેથી તેના પ્રદેશમાં કંઈ પણ ઘટાડો કે વધારે થતું નથી. તેમાં પ્રથમ જેટલા પ્રદેશ હતા, તે બધાય આજે વિદ્યમાન છે અને આખર સુધી એ પ્રમાણે જ રહેવાના. અન્ય શબ્દોમાં કહીએ તે જીવમાં કોઈ ન કહો જેડાતું નથી કે તેમાંથી કઈ ટુકડો છૂટો પડતે નથી, એટલે તે સજન અને વિભાજનની ક્રિયાથી રહિત છે.
પ્રકરણકાર મહર્ષિએ “પુજા ર” એ પદેથી એમ સૂચવ્યું છે કે “આ પુદ્ગલ દ્રવ્ય ચાર પ્રકારનું છે.” અહીં તેનાં નામની અપેક્ષા રહે એ સ્વાભાવિક છે, તેથી તેમણે ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે “ગંદા રેસપણ, પરમાણુ જેવા નાણક્ય–આ ચાર પ્રકારે તે સ્કધ, દેશ, પ્રદેશ અને પરમાણુ જાણવા.'
પૂર્વે આઠમી ગાથામાં અજીવના ચૌદ ભેદોની ગણના કરતી વખતે કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુને નિર્દેશ થયેલ છે, પણ તે પુદ્ગલના ચાર પ્રકાર તરીકે થયેલ નથી, એટલે અહીં આ સ્પષ્ટતા કરવામાં આવી છે.