________________
અતિવ
પરમાણુની અવગાહનશક્તિ અજબ છે. જે આકાશપ્રદેશમાં એક પરમાણુ રહેલું હોય, તે જ આકોશ પ્રદેશમાં બીજે પરમાણુ પણ સ્વતંત્ર રીતે રહી શકે છે અને અનંતપ્રદેશી આંધ પણ રહી શકે છે. સ્કંધની ઉત્પત્તિ
ધની ઉત્પત્તિ સંઘાત, ભેદ અને ભેદ-સઘાત, એ ત્રણ પ્રકારે થાય છે. સંઘાત એટલે ભેગા થવાની ક્રિયા.
જ્યારે બે અલગ રહેલા પરમાણુ ભેગા થાય છે, ત્યારે દ્વિદેશી અંધ બને છે. એ રીતે ત્રણ, ચાર, સંખ્યા, અસંખ્ય, અનંત અને અનંતાનંત પરમાણુ મળવાથી અનુક્રમે ત્રિપ્રદેશી, ચતુ પ્રદેશી, સંખ્યપ્રદેશ, અસંખ્ય પ્રદેશી, અનંતપ્રદેશી અને અનંતાનંતપ્રદેશી ઔધ બને છે.
- એક મોટા સ્કંધને ભેદ થવાથી નાના નાના અનેક સ્ક બને છે અને તેને પણ ભેદ થતાં સ્કંધની સંખ્યાને વિસ્તાર થાય છે. આ પ્રક્રિયા ચાલુ રહેતાં આંકડે અસંખ્ય કે અનંત સુધી પહોંચે છે. દાખલા તરીકે એક મેટો ખડક તૂટે તે નાની નાની અનેક શિલાઓ બને છે, જે ધરૂપ છે. અને એ શિલાઓ તૂટતાં પત્થરના નાના નાના હજારે ટુકડા થાય છે, તે પણ સ્કંધરૂપ છે. તેમાંથી વધારે નાના ટુકડા અને રેતીના અસંખ્ય કણ બને છે, તે પણ રકધરૂપ છે. આવા ભેદજન્ય અધ દિશીથી માંડીને અનંતાનંત પ્રેદેશી સુધીના હોય છે.