________________
આજીવતત્વ
૧ર૩
માર્ગ દર્શાવતા નકશાઓમાં દિશાસૂચક આકૃતિ અવશ્ય આપવામાં આવે છે. પુદગલાસ્તિકાય?
કેટલાક પુલ શબ્દ પ્રયોગ પરમાણુના અર્થમાં કરે છે, કેટલાક શરીરના અર્થમાં કરે છે, તે કેટલાક આત્માના અર્થમાં પણ કરે છે. પરંતુ અહીં પુદ્ગલ શબ્દ ભૌતિક પદાર્થના અર્થમાં વપરાયેલ છે કે જેને આધુનિક વિજ્ઞાન સામાન્ય રીતે મેટર” (Matter) કહે છે.
કેટલાકના કથન મુજબ પુગલ શબ્દ પુત્વ અને સ્ટ એવાં બે પદેથી બનેલું છે. તેમાં પુત્ત પર પૂરણનું સૂચન. કરે છે અને ૪ શબ્દ ગલનનું સૂચન કરે છે. પૂરણ એટલે પુરાવું, ભેગા થવું, જોડાવું. ગલન એટલે ગળી જવું, છૂટા પડવું, જુદા થઈ જવું.
સિદ્ધસેનીય તત્ત્વાર્થટીકામાં પૂરળાત્ નીરજ પુત્ર ’ એવી વ્યાખ્યા કરવામાં આવી છે અને દિગમ્બર ગ્રથ રાજવાર્તિકમાં પણ “રસ્ટનન્વર્થતંજ્ઞાત્વા પુજારા એમ જણાવેલું છે, એટલે જે દ્રવ્યમાં સજન અને વિભાજનની ક્રિયા નિરંતર ચાલી રહી છે, તે પુદ્ગલ એમ સમજવાનું છે.
છ દ્રવ્ય પૈકી અન્ય કોઈ દ્રવ્યમાં આ પ્રકારે સજન-વિભાજનની ક્રિયા થતી નથી, એટલે તેને પુદ્ગલનું વિશિષ્ટ લક્ષણ માનવું જોઈએ. ધર્માસ્તિકાય