________________
અજીવતરવ
૧૨૧
તેજ રીતે દિશાઓનું જ્ઞાન પણ આકાશના નિમિત્તથી જ થાય છે. જે ઉપરના ભાગમાં ગઈ તે ઊર્ધ્વદિશા અને નીચેના ભાગમાં ગઈ તે અદિશા. તેની વચ્ચે જે ભાગ રહ્યો તે તિર્યમ્ ભાગ. દાખલા તરીકે સાથેની આકૃતિમાં અને ૫ એવાં ત્રણ બિંદુએ આપેલાં છે. તેમાં વને તિર્ય ભાગ માનીએ તે ત્યાંથી ઉપર તે ૪ સુધીને ભાગ એ ઊર્ધ્વદિશા છે અને નીચે a જાતે જ સુધીને ભાગ એ અદિશા છે. જે
અવકાશ ન હોય તે આપણને આ રીતે ઊર્વ કે અદિશાને ખ્યાલ આવે નહિ.
ચાર દિશાઓ તથા ચાર વિદિશાઓની બાબતમાં પણ આમ જ સમજવાનું છે.
આપણે પૃથ્વીના જે ભાગ પર રહીએ છીએ, તે મધ્યલેક કે તિર્યગલેક કહેવાય છે. તેથી તેની જ ઉપરના ભાગને આપણે ઊર્ધક તરીકે ઓળખીએ છીએ અને નીચેના ભાગને અધક તરીકે સંબોધીએ છીએ. જ્યાં ઊંચા-નીચાને પ્રશ્ન આવે ત્યાં ઊર્ધ્વ, તિર્યમ્ અને અધે એવા ત્રણ વિકલ્પ અવશ્ય સંભવે છે અને તે જ આધારે આ લેના ઉદ્ઘલેક, મધ્યલોક અને અલેક, એવા ત્રણ વિભાગો માનવામાં આવ્યા છે.
ચાર દિશાઓ તથા વિદિશાઓનાં નામ પ્રાચીન શાસ્ત્રોમાં આ પ્રમાણે પ્રાપ્ત થાય છે ?