________________
અવતરવું
૧૨પ
આ ચાર પ્રકારોને સામાન્ય રીતે સ્કંધ, સ્કંધ-દેશ સ્કંધ –પ્રદેશ અને પરમાણુ કહેવામાં આવે છે, કારણ કે દેશ અને પ્રદેશ સ્કંધથી પ્રતિબદ્ધ હોય છે. એટલે કે તેમાં જ રહેલા હોય છે, તેનું પૃથફ અસ્તિત્વ હતું નથી. શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “જે વી તે જવિઠ્ઠ પત્તા, ક રંધા, વંથલી, રંઘ–પાસ,
માણુ પમા –જે રૂપી દ્રવ્ય છે, તે ચાર પ્રકારનું કહેવું છે. જેમ કે સ્કંધ, સ્કંધ-દેશ, સ્કંધ-પ્રદેશ અને પરમાણુ -પુદગલ. તાત્પર્ય કે પુદ્દગલના વાસ્તવમાં બે જ પ્રકારો છેઃ (૧) સ્કંધ અને (૨) પરમાણુ કે જેને આધુનિક વૈજ્ઞાનિકેએ મેલેક્યુલ” (Molecule) અને “એમ” (Atom)ની સંજ્ઞા આપેલી છે. શ્રી ઉમાસ્વાતિવાચકવયે તાવાર્થસૂત્રમાં “જળવા હાય” ક-૨ || એ સૂત્ર વડે આ વસ્તુ સ્પષ્ટ કરી છે. અહીં અણું શબ્દ પરમાણુના અર્થમાં જ વપરાયેલે છે. તે પરમાણુથી ભિન કેઈ વસ્તુને સૂચવતો નથી.
પરમાણ--પ્રતિપાદનને યશ જૈન દર્શનને ફાળે. જાય છેઃ
યુરોપ વગેરે દેશના વિદ્વાનોની એવી માન્યતા છે. કે પરમાણુ સંબંધી પ્રથમ વિચાર ડેમોક્રેસે પ્રકટ કર્યો કે જેને સત્તાસમય ઈ. સ. પૂર્વે ૪૬૦ થી ૩૭૦ સુધીને મનાય છે. પરંતુ આ માન્યતા ભ્રાત છે, કારણ કે તેની પૂર્વે પણ ભારતમાં પરમાણુ સંબધી કેટલાક વિચારો