________________
૧૨૬
નવ-તત્વ-દીપિકા પ્રકટ થયા હતા અને તેના સ્વરૂપ સંબંધી ઠીક ઠીક ચર્ચાઓ થઈ હતી. વૈદિક દર્શનેમાં ન્યાય-વૈશેષિક દર્શને પરમાણુ પર પ્રકાશ પાડેલે છે, પરંતુ તેમને એ પરમાણુ અતિ -સ્થૂલ છે, એટલે કે સૂર્યના કિરણમાં જે રજ ઉડતી જણાય છે, તેના છઠ્ઠા ભાગ જેટલું છે. જેના દર્શન કે જે બધાં વૈદિક દર્શને કરતાં ઘણું પ્રાચીન છે, તેણે પરમાણુના વિષયમાં વિશદ ચર્ચા કરેલી છે, એટલે પરમાણુ-પ્રતિપાદનને ખરે યશ તે જૈન દર્શનના ફાળે જ જાય છે. વૈશેષિકેના પરમાણુની અપેક્ષાએ જેના દર્શનને પરમાણુ ઘણું જ સૂક્ષમ છે, અનંતમા ભાગ જેટલે -નાને છે. પરમાણુની સૂફમતાઃ
શ્રી ભગવતીસૂત્રના પાંચમા શતકના સાતમા ઉદેશકમાં કહ્યું છે કે “પરમાણુ-પુદ્ગલ અવિભાજ્ય, અચ્છેરા, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય છે. અર્થાત્ કોઈ પણ ઉપાય કે ઉપચારથી તેના વિભાગો થઈ શક્તા નથી. ગમે તેવા તીક્ષણ શસોથી તેનું છેદન કે ભેદન થઈ શકતું નથી, ગમે તે તીવ્ર તાપ પણ તેને બાળી શકતો નથી કે ઈ િવડે આપણે તેને ગ્રહણ કરી શક્તા નથી. વળી તે અનર્ધ, અમધ્ય અને અપ્રદેશ છે. અર્થાત્ તેના બે ભાગ થઈ શક્તા નથી, તેમાં આદિ, મધ્ય અને અંત એવા વિભાગ, નથી, અને તે માત્ર એકમદેશરૂપ હેઈને તેમાં વિશેષ પ્રદેશ સંભવતા નથી. .