________________
નવ-તાવ-દીપિકા છે, તેમ જ આ પાતળી હવાને થર આકાશમાં રહેલે છે. આ રીતે અતિ વજનદાર પૃથ્વીઓ તનુવાતાદિના. આધારે આકાશમાં અદ્ધર રહેલી છે. આપણું ઉપરના ભાગમાં અમુક અંતરે દેવનાં વિમાને આવેલાં છે, તે પણ આવી જ રીતે આકાશમાં અદ્ધર રહેલાં છે. વૈજ્ઞાનિકે. ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતથી આ ઘટનાને ખુલાસે કરે છે, પરંતુ હજી તેમાં સુધારા સૂચવાયે જ જાય છે, એટલે કે એ અંતિમ નિર્ણયાત્મક વરતુ નથી.
આપણું ધરતી આકાશમાં રહેલી છે, તેને સચોટ અને પ્રબળ પુરા એ છે કે આ ધરતીને કઈ પણ ભાગ એમાંથી લઈ લેવામાં આવે તે એ સ્થળે આકાશ બાકી રહે છે. દાખલા તરીકે ધરતીમાં ચાર ફુટ લાંબે, ચાર ફુટ પહોળી અને ચાર ફુટ ઊંડે ખાડે ખોદવામાં આવે તે તે ખાડામાં શું હોય? અહીં કોઈ એ જવાબ આપે કે “હવા. તે એ હવાને પંપ દ્વારા ખેંચી લેતાં ત્યાં માત્ર અવકાશ જ રહેવાને કે જેને આપણે આકાશ હીએ છીએ. નૈઋયિક દૃષ્ટિએ જોઈએ તે તેમાં ધર્મસ્તિકાય છે, અધમસ્તિકાય છે, સૂકમ એકેન્દ્રિય છે. પણ છે અને પુદ્ગલની વર્ગણુઓ પણ છે, પરંતુ આ બધી વસ્તુઓ આપણુ ચર્મચક્ષુએથી જોઈ શકાય. એવી નથી, એટલે ત્યાં માત્ર અવકાશ હેવાને જ ખ્યાલ આવે છે.
સમગ્ર અવકાશના કાકાશ અને અલકાકાશ એવા