________________
૧૧૪
નવ-તત્વ-દીપિકા સ્વરૂય જાણ્યા પછી તેમને અનુક્રમે ગતિનું માધ્યમ ( Medium of motion ) axa faldid HEATH (Medium of rest) કહીએ તે તે સર્વથા એગ્ય છે. આકાશાસ્તિકાય ?
દશમી ગાથાના પ્રારંભમાં કહ્યું છે કે “જવણી T/ પુરું–નીવાદ-જે પુદ્ગલ અને જીને રહેવાને તથા ગમનાગમન કરવાને અવકાશ આપે છે, તે આકાશ.” અહીં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને નિર્દેશ કર્યો નથી, પણ તે અધ્યાહારથી સમજી લેવાનું છે. કાલ તે મર્ચલેકમાં જ હોય છે, એટલે તેને નિર્દેશ કરવાની આવશ્યકતા નથી. તાત્પર્ય કે જે અદશ્ય, દશ્ય, નાના, મેટા સર્વે પદાર્થોને પિતાની અંદર રહેવાની જગા આપે છે, તેને આકાશ કહેવાય છે.
આકાશ સર્વવ્યાપી હેવાથી કઈ પણ વસ્તુ તેની બહાર સ ભવી શકતી નથી. ' અહીં પ્રશ્ન થવા સંભવે છે કે, “ઉપર આકાશ અને નીચે ધરતી” વગેરે ઉક્તિઓ પરથી તે એમ સમજાય છે કે ઉપસ્ના ભાગમાં આકાશ આવેલું છે અને નીચેના ભાગમાં ધરતી આવેલી છે, તે પછી આકાશને સર્વત્ર વ્યાપેલું કેમ માની શકાય?” તેને ઉત્તર એ છે કે આપણી ઉપરના ભાગમાં ઘણું મોટું પિલાણ –ાણે મેટે અવકાશ આવેલો હોવાથી આપણે ૬ ઉપર આકાશ,” એમ કહીએ છીએ, અને આપણે ધરતી પર વસેલા છીએ,