________________
નવતત્વ-દીપિકા
સહુથી છેલ્લું કાંતી રહે પર્યાપ્તિઓના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. પર્યાપ્તિની અપેક્ષાએ જીવના ચાર ભેદો
ચોથી ગાથામાં જીવનું વર્ણન કરતાં અપર્યાપ્ત અને પર્યાપ્ત એવા બે ભેદો જણાવેલા છે. તે પર્યાપ્તિને આધીન છે. તાત્પર્ય કે જે જીવ સ્વયેગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના જ મૃત્યુ પામે, તે અપર્યાપ્ત કહેવાય છે અને પૂર્ણ કર્યા પછી મૃત્યુ પામે, તે પર્યાપ્ત કહેવાય છે. આ અપર્યાપ્ત અને પર્યાપ્તના લબ્ધિ અને કરણથી બે-બે ભેદ પડે છે, એટલે કે પર્યાપ્તિની અપેક્ષાએ જીવના કુલ ચાર ભેદો પડે છે.
(૧) લબ્ધિઅપર્યાપ્ત જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કરતાં પહેલાં જ મૃત્યુ પામે, તે લબ્ધિ-અપર્યાપ્ત કહેવાય. આ જીવ પ્રથમની ત્રણ પતિઓ તે પૂરી કરે જ છે, કારણ કે તે સિવાય નવા ભવનું આયુષ્ય બંધાતું નથી. પરંતુ તે એકેન્દ્રિય હોય તે ચેથી પતિ અધૂરી રહે છે, વિકલેન્દ્રિય કે અસંજ્ઞી પંચેન્દ્રિય હોય તે ચોથી અને પાંચમી પર્યાણિ અધૂરી રહે છે અને સંસી પચેન્દ્રિય હોય તે ચેથી, પાંચમી અને છઠ્ઠી પર્યાપ્તિ અધૂરી રહે છે.
અહીં લબ્ધિ શબ્દ પૂર્વબદ્ધ-કર્મજન્ય- ગ્યતાને સૂચવનાર છે. તાત્પર્ય કે જીવે પૂર્વકાલે જે અપર્યાપ્ત