________________
નવ-તત્વ-દીપિકા
સમયમર્યાદા કહેવામાં આવે તે પણ આ પ્રશ્ન તે ઉઠવાને જ, એટલે કે તે અંગે અપાતે ઉત્તર સમાધાનકારક નથી.
જે જીવને અમુક સમયે ઉત્પન્ન થયેલે માનીએ તે બે વસ્તુ ફલિત થાય છે. એક તે એ કે તે પહેલાં તેનું અસ્તિત્વ ન હતું અને બીજી વસ્તુ છે કે તે જીવ સિવાયના કેઈ પણ દ્રવ્ય કે દ્રવ્યેના સજનથી બનેલે છે. તાત્પર્ય કે આ સોગમાં તેનું એક મૌલિક દ્રવ્ય. તરીકેનું સ્થાન ટકી શકતું નથી.
જે એમ કહેવામાં આવે કે જીવ દેહની સાથે જ ઉત્પન્ન થાય છે અને તેને ઉત્પન્ન થવાનું કારણ પૃથ્વી આદિ પંચભૂતનું સજન છે, તે એ પણ ઉચિત નથી, કારણ કે જીવ આ રીતે પંચભૂતના સજનથી ઉત્પન્ન થયા હોય તે બધા પ્રાણીઓને સ્વભાવ એક સરખે જ હેવો જોઈએ, પરંતુ તેમ જોવામાં આવતું નથી. એક આજુ સિંહને સ્વભાવ જુઓ ને બીજી બાજુ શિયાળને સ્વભાવ જુએ. એક બાજુ હંસને સ્વભાવ જુઓ અને બીજી બાજુ કાગડાને સ્વભાવ જુએ. એક બાજુ સજ્જનેને સ્વભાવ જુએ અને બીજી બાજુ દુર્જનેને સ્વભાવ જુઓ. તેમાં ઘણું મોટું અંતર જણાય છે. જે માલ એક સરખી બનાવટને છે, તે તેમાં આટલી વિવિધતા કે વિચિત્રતા શા માટે? કદી અહીં એમ કહેવામાં આવે કે ભૂતના સંયેજનમાં ઓછા-વત્તાપણું થવાથી આવું પરિક ણામ આવે છે, તે તે પણ ઉચિત નથી, કેમકે તેથી