________________
નવતત્ત્વ દીપિકા
જીવને ધ્રુવ કહેવાનો આશય એ છે કે તે દ્રવ્યના રૂપમાં સ્થાયી રહે છે. એને નિત્ય કહેવાના આશય એ છે કે તેના કદી અભાવ થતા નથી.
૯૦
જીવને અસખ્ય પ્રદેશ હાય છે. પ્રદેશ એટલે અતિ સૂક્ષ્મ વિભાગ. આ બધા પ્રદેશે। સાંકળના અકાડાની જેમ એક બીજા સાથે સકળાયેલા હાય છે, તેથી તેમાં એકત્વ જળવાઈ રહે છે. જીવના કદી પણ ટૂકડા થતા નથી, અર્થાત્ ખડ થતા નથી, એટલે કે તે સદા અખડ હોય છે.
6
અહી પ્રશ્ન થઈ શકે છે કે ‘હાથીના શરીરમાં રહેલે જીવ હાથીનુ શરીર છેાડીને કીડીનું શરીર ધારણ કરે ત્યારે જીવના ખંડ થતા હશે કે નહિ ?' તેના ઉત્તર એ છે કે જીવ જેમ અખડ છે, તેમ સંકોચ--વિસ્તારના ગુણવાળા પણ છે, તેથી હાથીનું શરીર ઇંડીને કીડીનુ શરીર ધારણ કરે ત્યારે તેટલા પ્રમાણમાં સંકોચાય છે, પણ તેના ખડ થતા નથી. દીવાનેા પ્રકાશ જેમ મેટા ખંડમાં તેના પ્રમાણમાં વ્યાપીને રહે છે અને નાના ખડમાં તેના પ્રમાણમાં વ્યાપીને રહે છે, તેમ જીવની ખાખતમાં પણ સમજવું.
જીવ દેહપરિણામી છે, એટલે કે દેહ પ્રમાણે વ્યાપીને રહે છે, પણ તેની બહાર વ્યાપીને રહેતા નથી. કેટલાક એમ માને છે કે જીવ દેહ ઉપરાંત બહાર પણ વ્યાપીને રહે છે, અર્થાત્ વિશ્વવ્યાપી છે. આ રીતે તે સકલ વિશ્વ કે સકલ લેકમાં એક જ જીવ સભવે, અનેક નહિ. વે