________________
૧૦૮
નવતત્વ-દીપિકા
---
-
-
થતા નથી, ગતિ કરતા નથી, એટલે અહીં જીવ અને પુગલ એ બે દ્રવ્યને જ નિર્દેશ કરે છે.
જીવ પોતાના સ્વભાવ વડે પુગલના આલંબનથી તથા કર્મની પ્રેરણાથી ગતિ કરે છે. આ ભવમાં તેને ઔદારિક આદિ દેહનું આલંબન હેય છે અને પરભવમાં જતાં કાર્મણ દેહની પ્રેરણા હોય છે, જીવ જ્યારે સર્વ કર્મોથી મુક્ત થાય છે, ત્યારે પિતાની સ્વાભાવિક ઊર્વ ગતિ વડે સિદ્ધશિલામાં પહોંચી જાય છે. પુદ્ગલ પણ પિતાના સ્વભાવથી અને જીવની પ્રેરણાથી ગતિ કરે છે. પુગલનિર્મિત પ્રકાશ, ધ્વનિ આદિ તેમની ગતિશીલતા માટે પ્રસિદ્ધ છે.
જીવ અને પુદ્ગલ ગતિ–સ્થિતિ કરવાના સ્વભાવ વાળા છે, પણ તેમને ગતિ અથવા સ્થિતિ કરવા માટે કઈ માધ્યમ (Medium) ની જરૂર પડે છે. તે માધ્યમ આ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્ય પૂરું પાડે છે.
અહીં પ્રશ્ન થ સહજ છે કે જ્યારે જીવ અને પુગલ પિતાના સ્વભાવથી જ ગતિ–સ્થિતિ કરે છે, ત્યારે તેમને તે ગતિ કે સ્થિતિ માટે માધ્યમની જરૂર શી?” તેને ઉત્તર એ છે કે એક વસ્તુ ગતિ કે સ્થિતિ કરવાના સ્વભાવવાળી હોય તે પણ તેને સહાયક વસ્તુની અપેક્ષા રહે છે. દાખલા તરીકે માછલી તરવાના સ્વભાવવાળી છે, એટલે કે પતે તરી શકે એવી છે, છતાં તેને સહાયક તરીકે જળની જરૂર પડે છે. જે જળ ન હોય