________________
અવતરવ
૧૦૭
શબ્દ લગાડવામાં આવે છે, એટલે તેના અર્થમાં ભ્રાંતિ થવાનો સંભવ નથી.
ધર્મ અને અધર્મ દ્રવ્યને સ્વભાવ શું? ” એના ઉત્તરમાં પ્રકરણકાર મહર્ષિએ કહ્યું છે કે “ગઢUસાવો ધો, થિરકંટાળો નો ચ–ગતિ કરવામાં સહાય કરવી, એ ધર્મને સ્વભાવ છે અને સ્થિર રહેવામાં સહાય કરવી, એ અધર્મને સ્વભાવ છે.”
અહીં સ્પષ્ટતા એટલી કે “વત gવ અને પ્રતિ प्रवृत्तानां जीवपुद्गलानां गत्युपष्टम्भकारी धर्मास्तिकाय:, स्थितिपरिणतानां तु तेषां स्थितिक्रियोपकारी अधर्मास्तिकाय રૂરિ’–સ્વયં ગમન પ્રતિ પ્રવૃત્ત થયેલા જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયક થાય, એ ધર્માસ્તિકાય અને સ્થિર રહેલા પદાર્થોને સ્થિતિ-કિયામાં સહાયક થાય, એ અધર્મારિતકાય. તાત્પર્ય કે પોતાના સ્વભાવથી જ ગતિશીલ થતા એવા જીવદ્રવ્ય તથા પુદ્ગલ દ્રવ્યને ગતિ કરવામાં સહાયભૂત થવું, એ ધર્મારિતકાયનું લક્ષણ છે અને પોતાના સ્વભાવથી જ સ્થિરતા પામેલા એવા જીવ– દ્રવ્ય તથા પુદ્ગલદ્રવ્યને એ પ્રમાણે સ્થિર રહેવામાં સહાયભૂત થવું, એ અધર્માસ્તિકાયનું લક્ષણ છે.
જીવ અને પુદગલ સિવાય અન્ય દ્રવ્ય ગતિમાન ૧. શ્રી ભાવવિજ્યજીત ઉત્તરાધ્યયનસૂત્રટીકા, ભાગ પહેલે, પૃ. ૨૫૯.