________________
૧૦૬
નવ-તત્ત્વ દીપિકા
યુગલના જ પર્યાા છે. વળી તેઓ જે અશ્ર્વમાં દ્રવ્ય શબ્દના ઉપયાગ કરે છે, તેની અને અહીં વપરાતા દ્રવ્ય શબ્દની પરિભાષા જુદી છે.
દ્રવ્યમાં ત્રણેય કાલ અવસ્થિત રહેનારા જે વિશિષ્ટ સ્વભાવ તેને ગુણુ કહેવાય છે અને તેનુ જે રૂપાંતર થયા કરે, તેને પર્યાય કહેવાય છે.
છ દ્રવ્યામાંથી જીવદ્રવ્યના પરિચય પૂર્વે અપાઈ ગયા. હવે પાંચ અજીવ દ્રવ્યના પરિચય આપવાના છે. તેના પ્રારંભ ધર્માસ્તિકાય અને અધતિકાયથી કરીએ, કારણ કે અજીવ દ્રવ્યેની નામાવલીમાં તેમને પ્રથમ સ્થાન અપાયેલુ છે.
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય :
કેટલાક મહાનુભાવા દ્રવ્યની નામાવલીમાં ધર્મ અને અધર્મ નું નામ સાંભળીને ભડકી ઉઠે છે; પણ એક જ નામવાળા શબ્દો જુદા જુદા વિજ્ઞાનમાં જુદી જુદી રીતે વપરાય છે. દાખલા તરીકે રસ શબ્દ શરીરશાસ્ત્રમાં એક પ્રકારની ધાતુના અથ બતાવે છે, ઇન્દ્રિયશાસ્ત્રમાં સ્વાદના અ અતાવે છે, રસાયણશાસ્ત્રમાં પારદ કે પારાના અ બતાવે છે અને સાહિત્યમાં એક પ્રકારના ભાવના અ અતાવે છે. એટલે દ્રવ્યની નામાવલીમાં ધર્મ અને અધર્મનું નામ વાંચીને જરા પણ ભડકવાની કે આશ્ચર્ય પામવાની જરૂર નથી. વળી ધમ અને અધર્મના છેડે પ્રાયઃ અસ્તિકાય