________________
અવતરવ
૧૦૫
ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યયુક્ત સતનું જ એક રૂપક નથી? દરેક દ્રવ્યમાં આ ત્રણ પ્રકારની સ્થિતિ અવશ્ય હોય છે.
દ્રવ્યને અકૃત્રિમ કહેવાનો આશય એ છે કે તે કેઈનાં બનાવેલાં નથી, પણ રવભાવસિદ્ધ છે. જે આ દ્રવ્યને કેઈનાં બનાવેલાં માનીએ તે એ કઈ પણ કેઈને બનાવેલે હવે જોઈએ અને એ કઈ પણ કોઈને બનાવેલ હોવો જોઈએ. આમ એ પરંપરા એટલી લંબાય કે જેને કદી છેડે આવે જ નહિ, એટલે આ મૂલ દ્રવ્યોને અકૃત્રિમ તથા અનાદિસિદ્ધ માનવાં એ જ ગ્ય છે. જે વસ્તુ અનાદિસિદ્ધ હોય, તેને અંત આવતું નથી, એટલે તેને અનિધન પણ માનવા જ જોઈએ.
આ દ્રવ્ય સમાન અથવા એક જ અવકાશમાં અ ન્ય પ્રવેશ કરી શકે એવાં છે, એટલે જ આ લેકમાં
એકબીજાની સાથે રહેલાં છે. જે આ દ્રવ્યો અન્ય પ્રવેશ કરી શકે એવા ન હોત તે આ લેકમાં કોઈ પણ એક જ દ્રવ્ય રહી શક્ત, છ દ્રવ્ય નહીં. જેમ એક ઓરડામાં અનેક દીપકને પ્રકાશ સાથે રહી શકે છે, તેમ આ છ યે દ્રવ્ય એક જ લેકમાં સાથે રહી શકે છે.
આ દ્રવ્ય પિતાને સ્વભાવ છોડતા નથી, એટલે છનાં છ રહે છે, પણ તેમાં વૃદ્ધિ કે હાનિ થતી નથી.
આધુનિક વિજ્ઞાન હાઈડ્રોજન, હલિયમ, લિથિયમ, બેરેલિયમ, કાર્બન, નાઈટ્રોજન, ઓકિસજન વગેરે સે ઉપરાંત દ્રવ્ય માને છે, પરંતુ જેની દષ્ટિએ તે આ બધાં