________________
જીવત
છે, તેમાં ઉપરના છ પ્રાણે ઉપરાંત એક ઘાણેન્દ્રિયપ્રાણ અધિક સમજે. ચતુરિન્દ્રિય જીને આઠ પ્રાણ કહેલા છે, તેમાં ઉપરના સાત પ્રાણ ઉપરાંત એક ચક્ષુરિન્દ્રિયપ્રાણ અધિક સમજ. અસંણી પંચેન્દ્રિય અને નવ પ્રાણે કહેલા છે, તેમાં ઉપરના આઠ પ્રાણ કરતાં એક શ્રોત્રેદ્રિયપ્રાણુ અધિક સમજે અને સંજ્ઞી પંચેન્દ્રિય જીને દશ પ્રણે કહેલા છે, તેમાં આ નવ પ્રાણે ઉપરાંત એક મનપ્રાણ અધિક સમજે. આ પ્રમાણે દરેક જીવને પ્રાણ સમજવા. ' હવે જીવ અંગે બીજી પણ જે કેટલીક હકીક્ત જાણવા જેવી છે, તે પ્રસંગોપાત્ત અહીં રજૂ કરીએ છીએ.
ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “જીવો = ળિયો વિનાણી શરિયો gો નિર્વ-જીવ અનાદિ છે, અનિધન છે, અવિનાશી છે, અક્ષય છે, ધ્રુવ છે અને નિત્ય છે.”
જીવ અનાદિ છે, એમ કહેવાને આશય એ છે કે તે અમુક સમયે ઉત્પન્ન થયેલ નથી, અમુક સમયે જન્મેલે નથી. તાત્પર્ય કે તે અજન્મા છે, અજ છે. જે જીવને અમુક સમયે ઉત્પન્ન થયેલે માનીએ, તે તે કયારે ઉત્પન્ન થશે અને શા માટે ઉત્પન્ન થયે? એ બે પ્રશ્નો ખડા થાય છે. જે તેના ઉત્તરમાં એમ કહેવામાં આવે કે ઘટ અને પેટની માફક તે અમુક સમયે ઉત્પન્ન થયેલે છે, તે પ્રશ્ન એ થાય છે કે તે એ જ સમયે કેમ ઉત્પન્ન થયે? તે પહેલાં કેમ નહિ? ઉત્તરમાં ગમે તેવી