________________
જીવત
૭
==
=
=
=
છે કે કેમ? જે તે અતિ અલ્પ પ્રમાણમાં પણ ચાલત જણાય તે તેઓ અનુમાન કરે છે કે હજી આ મનુષ્ય જીિવંત છે.
પરંતુ અહીં એટલી સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે આ જગતમાં એવા અનેક દાખલાઓ નેંધાયેલા છે કે જેમાં શ્વાસોચ્છવાસની ક્રિયા કલાક સુધી, અરે ! દિવસે સુધી બંધ રહી હોય અને છતાં તેઓ જીવંત રહ્યા હિય. દાખલા તરીકે ભારતના સુપ્રસિદ્ધ ચગી હરિદાસજી છ મહિના સુધી ભૂમિ-સમાધિમાં રહ્યા હતા અને ત્યાર બાદ જીવન જીવ્યા હતા. પ્રથમ તેમની બધી આંગળીઓ ઉપરથી નખ ઉતારી લેવામાં આવ્યા હતા, મસ્તકાદિ પર ઉગેલા વાળ કાઢી નાખવામાં આવ્યા હતા અને જીભની નીચેનું પડ કાપીને એ જીભને અવળી કરી નાખવામાં આવી હતી. યૌગિક પરિભાષામાં કહીએ તે ખેચરી મુદ્રા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમના શરીર પર મલમલનું ઝીણું વસ્ત્ર વીંટાળવામાં આવ્યું હતું અને એ શરીરને લાકડાની પેટીમાં મૂકી એને બરાબર બંધ કરવામાં આવી હતી. પછી એ પેટીને જમીનમાં બાર ફૂટ ઊંડા દાયેલા ખાડામાં ઉતારી તેના પર માટી નાખી દેવામાં આવી હતી અને તેના પર સંત્રીઓને પહેરે મૂકી દેવામાં આવ્યું હતું. નિર્ધારિત મુદતે એટલે છ મહિના બાદ એ ખાડામાંની માટી દૂર કરીને તેમાંથી લાકડાની પેટી બહાર કાઢવામાં આવી હતી અને તેને સંભાળથી ઉઘાડીને ભેગી શ્રી હરિદાસનું શરીર તેમાંથી