________________
જીવત
(૫) અર્થ-સંકલનઃ
છ ચેતનાની અપેક્ષાએ એક પ્રકારના છે. વસ અને સ્થાવરની અપેક્ષાએ બે પ્રકારના છે; વેદની અપેક્ષાએ ત્રણ પ્રકારના છે; ગતિની અપેક્ષાએ ચાર પ્રકારના છે; ઈન્દ્રિયોની અપેક્ષાએ પાંચ પ્રકારના છે અને કાયાની અપેક્ષાએ છે પ્રકારના છે. (૬) વિવેચન
એક જ વસ્તુના જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા પ્રકારે પડે છે. દાખલા તરીકે મનુષ્યના દેશ પ્રમાણે પ્રકારે પાડીએ તે અમુક પડે, રંગ પ્રમાણે પ્રકારે પાડીએ તે અમુક પડે; ઊંચાઈ પ્રમાણે પ્રકારે પાડીએ તે અમુક પડે અને ગુણ પ્રમાણે પ્રકારે પાડીએ તે અમુક પડે. આમ જેટલી અપેક્ષાઓને આગળ કરીએ, તેટલી જ વિવિધતા તેના પ્રકારમાં આવતી જાય, તેથી એક વસ્તુના આટલા જ પ્રકારે હોય એમ કહેવું ઉચિત નથી. તે અપેક્ષા અનુસાર એક પણ હોઈ શકે, એ પણ હેઈ શકે, ત્રણ પણ હોઈ શકે, યાવત્ અસંખ્ય–અંનત પણ હોઈ શકે. * જીવ મુત્તા સંસારિો વા (જીવ–વિચાર-પ્રકરણ) સમસ્ત નજીના મુક્ત અને સંસારી એવા બે ભેદ છે. તેમાંથી સંસારી જીના અપેક્ષાકૃત કેટલાક ભેદો અહીં દર્શાવ્યા છે,
સંસારી જીવે અનતાનત છે. તેમાંના કેટલાક જીવે ચેતનાવાળા અને કેટલાક ચેતનારહિત એવા બે પ્રકારે