________________
જીવતત્વ
(૬) વિવેચન :
પ્રસ્તુત ગાથામાં જીવનાં લક્ષણે કહ્યાં છે, એટલે પ્રથમ વિચાર લક્ષણે કરીએ. વસ્તુમાં અનેક પ્રકારના ધર્મો હોય છે, તેમાં કેટલાક સાધારણ હોય છે, એટલે કે બીજી વસ્તુમાં પણ જોવામાં આવે છે અને કેટલાક અસાધારણ હોય છે, એટલે કે તે બીજી વસ્તુમાં લેવામાં આવતા નથી, માત્ર તેનામાં જ જોવામાં આવે છે. વસ્તુના આવા અસાધારણ ધર્મને લક્ષણું કહેવામાં આવે છે. “કલાપારખધ ક્ષF ” આ પ્રકારના લક્ષણ વડે વસ્તુને જાણી શકાય છે, ઓળખી શકાય છે, યાવત અનેક વસ્તુમાંથી તેને જુદી પાડીને “આ વસ્તુ તે આ જ છે” એ નિર્ણય કરી શકાય છે.
લક્ષણ કેવું હોવું જોઈએ?” તેના ઉત્તરમાં વિદ્વાન પુરુષએ કહ્યું છે કે “વસ્તુના જે ધર્મ કે ગુણને લક્ષણ તરીકે કહેવાનું હોય, તે ધર્મ કે ગુણ એ વસ્તુમાં સર્વથા વ્યાપ્ત હવે જોઈએ. દાખલા તરીકે સાસ્ના એટલે ગળાની ગોદડીને ગાયનું લક્ષણ કહેવામાં આવે છે, તે તે બધી ગાયમાં હોય છે. અહીં સ્પષ્ટતા એટલી કે વસ્તુના જે ધર્મ કે ગુણને લક્ષણ તરીકે કહેવાનું હોય, તે ધર્મ કે ગુણ જો એ વસ્તુમાં સર્વથા વ્યાપ્ત ન હોય કે તે વસ્તુની બહાર પણ વ્યાપ્ત હોય અથવા તે વસ્તુમાં વ્યાપ્ત જ ન હોય, તે તેમાં અનુક્રમે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ નામના ગણાય અને તે કારણે ઉક્ત લક્ષણેને યથાર્થ કહી શકાય નહિ.'