________________
જીતવ અને કેવલજ્ઞાન–અજ્ઞાને પગ નામના ઉપયોગના પ્રકારો સંભવતા નથી.
અહીં મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાન અંગે પણ થોડી સ્પષ્ટતા કરીએ. પાંચ ઈન્દ્રિ અને છઠ્ઠી મનના નિમિત્ત વડે વસ્તુને જે અભિમુખ નિશ્ચિત બંધ થાય, તે મતિજ્ઞાન કહેવાય. કૃત એટલે શબ્દના નિમિત્તથી ઈન્દ્રિય અને મન વડે જે મર્યાદિત જ્ઞાન થાય, તે શ્રુતજ્ઞાન કહેવાય ઈન્દ્રિય અને મનની મદદ વિના આત્માને અમુક ક્ષેત્રવતી–અમુક કાળવતી જે પ્રત્યક્ષ જ્ઞાન થાય, તે અવધિજ્ઞાન કહેવાય, ઈન્દ્રિય અને મનની મદદ વિના આત્માને મનના પય સંબંધી જે પ્રત્યક્ષ જ્ઞાન થાય, તે મનઃ પર્યવજ્ઞાન કહેવાય; તથા ઈન્દ્રિય અને મનની મદદ વિના આત્માને એક, નિર્મલ, પરિપૂર્ણ, અસાધારણ અને અનંત એવું જે પ્રત્યક્ષ જ્ઞાન થાય, તે કેવલજ્ઞાન કહેવાય.
જ્યારે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય, ત્યારે મતિ, શ્રત, અવધિ કે મન:પર્યવજ્ઞાન હેતાં નથી, એટલે તેને એક કહેવામાં આવે છે. આ જ્ઞાનમાં કોઈ પણ પ્રકારને મલ હિતે નથી, એટલે તેને નિર્મલ કહેવામાં આવે છે. આ જ્ઞાનમાં કઈ જાતની અપૂર્ણતા હોતી નથી, એટલે તેને પરિપૂર્ણ કહેવામાં આવે છે. આ જ્ઞાન સાધારણું એટલે સામાન્ય નથી, માટે તેને અસાધારણું કહેવાય છે અને આ જ્ઞાન અંતરહિત છે, એટલે તેને અનંત કહેવાય છે.
મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદો છે, શ્રુતજ્ઞાનના ચૌદ ભેદો