________________
જીવિત
પs છેને કેમ સંભવે?’ એ પ્રશ્નનો ઉત્તર એ છે કે સૂર્ય કાળાં વાદળાંઓથી ઘેરાએલે હોય તે પણ તેને કેટલેક . પ્રકાશ પૃથ્વી પર પહોંચે છે અને તેથી દિવસ અને રાત્રિનો ભેદ જણાય છે. જે એ વખતે સર્વથા અંધકાર વ્યાપી જાય, તે દિવસ અને રાત્રિનો ભેદ જણાય નહિ, પણ તેમ બનતું નથી. આ જ રીતે જીવ ગમે તેવા ગાઢ મિહનીય કર્મથી આવૃત્ત હોય, તે પણ તેના કેટલાક પચે નિરાવરણ રહે છે, તેથી એ અવસ્થામાં પણ કિંચિત્ ચારિત્ર સંભવે છે. અલબત્ત, આને આપણે ચારિત્રને અનંતમે ભાગ કહી શકીએ.
આત્માના ચારિત્રગુણને ઢાંકનારું મોહનીય કર્મ છે. તે જેમ જેમ ઓછું થતું જાય, તેમ તેમ ચારિત્રને વિકાસ થાય છે અને જ્યારે તેને સર્વથા ક્ષય થાય, ત્યારે ચારિત્ર ગુણ સવશે ખીલી નીકળે છે. ક્ષીણમેહી મુનિવરોને, દેહધારી કેવલી ભગવાને તથા સિદ્ધ પરમાત્માઓને આવું સર્વશે સંપૂર્ણ ચારિત્ર હોય છે.
ચારિત્રને વિશેષ પરિચય સંવર-તત્વના વર્ણનપ્રસંગે અપાશે. .
જ્ઞાન, દર્શન અને ચારિત્રની જેમ તપ પણ જીવને સ્વાભાવિક ગુણ છે અને તે દરેક જીવમાં હીનાધિક પ્રમાશુમાં અવશ્ય હોય છે, વળી તે અન્ય પદાર્થમાં કથંચિત પણ જણાતું નથી, તેથી જ તેને જીવનું લક્ષણ માનવામાં આવ્યું છે.