________________
રિત
-
-
ઈચ્છાને નિરોધ કરવામાં અનશનાદિ છ પ્રકારની બાહ્ય તપશ્ચર્યાઓ અને પ્રાયશ્ચિત્તાદિ છ પ્રકારની અત્યંતર તપશ્ચર્યાઓ સહાયભૂત થાય છે, તેથી વ્યવહારદષ્ટિએ તેમને પણ તપ કહેવામાં આવે છે. આ બાર પ્રકારની તપશ્ચર્યાને પરિચય આગળ નિર્જરા-તત્વના વર્ણન-પ્રસંગે અપાશે.
આ લેકમાં જુદા જુદા સ્વરૂપે રહેલા સર્વ જીવે વીર્યગુણથી વિભૂષિત હોય છે અને તે વીર્યગુણ અન્ય. કઈ પદાર્થમાં હેત નથી, તેથી જ તેને જીવનું લક્ષણ માનવામાં આવ્યું છે.
અહીં વીર્યગુણથી જીવનું તે સામર્થ્ય કે જીવનની તે શક્તિ અભિપ્રેત છે કે જે કારણ રૂપે-સાધનરૂપે જીવની પાસે મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરાવે છે અને લબ્ધિરૂપે. જ્ઞાન-દર્શનાદિના ઉપગમાં પ્રવર્તાવે છે.
આ, વીર્યગુણ સર્વજ્ઞ ભગવતમાં સર્વ પ્રકટ. થયેલ હોય છે અને બાકીના જીને વીતરાયના શપશમ પ્રમાણે હીનાધિક પ્રમાણમાં પ્રકટેલે હોય છે.
અહીં જીવનાં જે છ લક્ષણે કહેવામાં આવ્યાં છે, તે સત્તાથી તે સર્વ જીવોને સરખા જ હોય છે, પરંતુ સકર્મ જીવેને કર્મના પ્રભાવ અનુસાર તે હીનાધિક
૮. તપની મહત્તા તથા તેના સ્વરૂપને વિસ્તૃત પરિચય અમેએ ધર્મબોધ ગ્રન્થમાળાના બારમા પુષ્પ “ તપનાં તેજમાં તથા જૈન શિક્ષાવલીની પ્રથમ શ્રેણીના આઠમા પુષ્પ તપની મહતા'માં આપેલે. છે, તે જિજ્ઞાસુઓએ જરૂર જે.