________________
જીવતત્ત્વ થતી ઈયળ, ઘીમેલ, સાવા, ગીગેડાની અનેક જાત, ગધેયા, ચારકીડા, છાણના કીડા, ધાન્યના કીડા, કંથવા, ગેવાલણ, ગેળ-ખાંડમાં થતી ઈયળ, ગોકળગાય વગેરે અનેક ભેદો છે. આ માંથી જેઓ વગ્ય પતિએ પૂરી કર્યા વિના મૃત્યુ પામે, તે અપર્યાપ્ત તેઈન્દ્રિય કહેવાય છે અને પૂરી કરીને મૃત્યુ પામે, તે પર્યાપ્ત તેઈન્દ્રિય કહેવાય છે. ચઉરિન્દ્રિયના પ્રકારે
જે જીવેને ઈન્દ્રિય કરતાં એક ચક્ષુરિન્દ્રિય અધિક છે હોય છે, તે ચતુરિન્દ્રિય જીવે કહેવાય છે. તેના વીંછી, બાઈ, ભમરા, ભમરી, તીડ, માખી, ડાંસ, મચ્છર, કંસારી, ખડમાંકડી વગેરે અનેક ભેદ છે. આ માંથી જેઓ સ્વયેગ્ય પર્યાપ્તિઓ પૂરી કર્યા વિના મૃત્યુ પામે, તે અપર્યાપ્ત ચતુરિન્દ્રિય કહેવાય છે અને પૂરી કરીને. મૃત્યુ પામે, તે પર્યાપ્ત ચતુરિન્દ્રિય કહેવાય છે. ' પચેન્દ્રિયના પ્રકારે
પંચેન્દ્રિય જીના મુખ્ય ચાર પ્રકારે છેઃ (૧) નારક, (૨) તિર્યંચ, (૩) મનુષ્ય અને (૪) દેવ. તેમાં નારક અને દેવને જન્મ ઉ૫પાતથી થાય છે, એટલે કે માતા–પિતાના સાગ વિના માત્ર સ્થાનના આધારે થાય છે અને તિર્યંચ તથા મનુષ્યને જન્મ સંમૂર્છાન અને ગર્ભધારણ એમ બે પ્રકારે થાય છે. તેમાં જેમને જન્મ સંપૂર્ઝનથી થાય છે, તેઓને વિચારશક્તિ હોતી નથી.