________________
૨૨
નવ-તત્વ-દીપિકા અન્ય જ્ઞાન વ્યવહારની સિદ્ધિમાં ઉપયોગી નીવડે છે, પણ પરમાર્થ એટલે મેક્ષની સિદ્ધિમાં ઉપકારક નીવડતું નથી, એટલે આધ્યાત્મિક દષ્ટિએ તેનું વિશેષ મૂલ્ય નથી.
આધ્યાત્મિક દૃષ્ટિ તે તત્વજ્ઞાનને જ સાચું જ્ઞાન ગણે છે, કારણ કે તેનાથી પાપની નિવૃત્તિ થાય છે, કુશલપક્ષમાં પ્રવૃત્તિ થાય છે અને મોક્ષમાર્ગમાં અત્યંત ઉપકારક એવા વિનયની પ્રાપ્તિ થાય છે.
આત્માથી જનેએ તત્વસંબંધી જે કંઈ જાણવા જેવું છે, તે બધું જ નવતત્વમાં અંતર્ગત થયેલું છે, તેથી જ પ્રકરણકાર મહર્ષિએ પ્રથમ ગાથામાં એ તને જાણવા એગ્ય કહ્યાં છે. હવે આ તત્વે કેટલા પ્રકારે કે કેટલા ભેદથી જાણવા ગ્ય છે, તેને નિર્દેશ બીજી ગાથામાં આ પ્રમાણે કરે છે ? (ર) મૂળ ગાથા :
चउदस चउदस बायालीसा बासी य हुति बायाला।
सत्तावन्नं बारस चउ नव भेया कमेणेसिं ॥२॥ (૩) સંસ્કૃત છાયા : चतुर्दश चतुर्दश द्विचत्वारिंशद् द्वयशीतिश्च भवन्ति द्विचत्वारिंशत् सप्तपञ्चाशद् द्वादश, चत्वारो नवभेदाः क्रमेणेषाम् ॥२॥ (૪) શબ્દાર્થ :
કર-ચૌદ.