________________
નવ-તત્વ-દીપિકા
-----
દુખની પરંપરામાં જ આવે છે, એટલે માનવજીવનના અંતિમ સાધ્ય તરીકે તેને સ્વીકાર થઈ શકે નહિ. અન્ય. શબ્દોમાં કહીએ તે જેઓ ભેગવિલાસને જીવનનું અંતિમ સાધ્ય માનીને તેની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત થાય છે, તેઓ ટૂંક સમયમાં જ રંગના લેગ બને છે, વિવિધ પ્રકારની. ચિંતાઓથી ઘેરાય છે અને દારુણ દુઃખને અનુભવ કરે છે. શું કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય આવી સ્થિતિની સ્પૃહા કરે છે ખરે? આ પ્રશ્રને ઉત્તર નકારમાં જ આવવાને. તાત્પર્ય કે ભેગવિલાસને નિસાર જાણી તેને. ત્યાગ કરે અને મોક્ષને પરમસુખનું ધામ માની, તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કર, એ જ સાચી બુદ્ધિમત્તા છે.
મક્ષપ્રાપ્તિને મુખ્ય ઉપાય રત્નત્રયીની આરાધના છે. રત્નત્રયી એટલે સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક ચારિત્ર. અહીં સમ્યગદર્શનને પ્રથમ મૂકવાનું કારણ એ છે કે તેના વિના સભ્યજ્ઞાન કે સમ્મચારિત્રની પ્રાપ્તિ. થતી નથી. આ કારણે મેક્ષાભિલાષી મુમુક્ષુજનેએ. પ્રથમ પ્રયત્ન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે કરવું પડે છે.
સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ કેને થાય?' આ પ્રશ્નના ઉત્તરમાં જૈન મહર્ષિઓએ જણાવ્યું છે કે જેઓ સ્વપ્રયત્નથી કે ગુરુના ઉપદેશથી નવતત્વનું સ્વરૂપ જાણીને તેમાં શ્રદ્ધાવિત થાય છે, તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.” તાત્પર્ય કે નવતત્વનું જ્ઞાન સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે અતિ આવશ્યક છે. •