________________
'૧૪
નવ-તત્વ-દીપિકા નિર્જરાનું વિધી તાવ બંધ છે, એટલે નિર્જર પછી તરત જ બંધને મૂકવામાં આવ્યું છે.
જેમ જીવને કર્મની સાથે સંબંધ થાય છે, તેમ સર્વથા છૂટકારો પણ થાય છે, તેથી બંધ પછી તરત જ મોક્ષને નિર્દેશ કરવામાં આવ્યું છે. નવતત્વમાં આ તત્ત્વ છેલ્લું છે, કારણ કે તેની પ્રાપ્તિ કર્યા પછી કંઈ પણ કરવાનું રહેતું નથી. નવતત્વને સંક્ષેપ :
આ નવતને સક્ષેપ કરવા ઈચ્છીએ તે થઈ શકે છે. દાખલા તરીકે શુભ કર્મને આશ્રવ તે પુણ્ય છે અને અશુભ કર્મને આશ્રવ તે પાપ છે, તેથી પુણ્ય અને પાપતત્વને આશ્રવમાં ગણવામાં આવે અથવા પુણ્ય અને પાપ આ બંને તત્વે બંધરૂપ પણ છે, તેથી તેને બંધતત્વમાં ગણવામાં આવે તે તેની સંખ્યા સાત પર આવી જાય છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થાધિગમસૂત્રમાં અને શ્રી મલયગિરિ મહારાજે પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં આ રીતે સાત તની ગણના કરેલી છે.
આ સાત તને પુનઃ સંક્ષેપ કરવા ઈચ્છીએ તે ६. जीवाजीवाश्रवन्धसवरनिर्जरामोक्षास्तत्त्वम् । ७. सर्वे च ते भावाश्च सर्वभावा जीवाजीवाश्रववन्धसंवरनिर्जरा
મોક્ષા: