________________
[૪] - તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કેને થાય ?
૧ર
અજરામર
કાલથી સસ આતવચનને
તત્વજ્ઞાનની મહત્તાથી પાઠકે પરિચિત થયા. હવે તત્વજ્ઞાનની પ્રાપ્તિ કેને થાય? તે અંગે કેટલીક વિચારણા કરીએ.
જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે “સના જીવો વર કચરા ટા–શ્રદ્ધા કરનારે જીવ અજરામર સ્થાન પ્રત્યે જાય છે. આ આતવચનને ભાવાર્થ એ છે કે અનાદિ કાલથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલે જીવ જ્યારે મિથ્યાત્વને ત્યાગ કરીને સુદેવ, સુગુરુ તથા સુધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધાવાળા બને છે, ત્યારે તેને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેના લીધે તે હેય અને ઉપાદેયને વિવેક કરી સમ્માસ્ત્રિનું નિર્માણ કરી શકે છે અને કર્મના જે કુટિલ કટકે તેને અત્યાર સુધી સંસારરૂપી રંગમંડપમાં અનેક પ્રકારને નાચ નચાવ્યો, તેને સંપૂર્ણ નાશ કરી શકે છે. પરિણામે તે અજરામર સ્થાન એટલે સિદ્ધશિલા પ્રત્યે ગમન કરે છે અને ત્યાં સિદ્ધ સ્વરૂપે બિરાજી અક્ષય અનંત આનંદને ઉપભોગ કરે છે.
ભગવદ્દગીતામાં પણ “શ્રદ્ધાવાએ શાન” આદિ વચને આવે છે, તે આ વસ્તુના સમર્થક છે.
મિથ્યાત્વ એટલે દૃષ્ટિવિપર્યાસ. તેને ત્યાગ ત્યારે જ