________________
પ
સત્યવચનરૂપ ઊંડી ખાઈ ખુંદી રાખી છે. અને તેમાં જ્ઞાનરૂપી જળ ભરી દીધું છે. આથી મને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદરૂપી શત્રુઓને જરા પણ ભય નથી.”
વૃદ્ધ વિપ્રે કહ્યું: “હે રાજન! હજી સુધી જે રાજાઓને તમે જિત્યા નથી, તેને પ્રથમ જિતી લે અને પછી પ્રવજ્યા ગ્રહણ કરશે.
નમિરાજે કહ્યું: “હે વિ! સંગ્રામમાં દશ લાખ ચંદ્ધાઓને જિતવા સહેલા છે, પણ એક આત્માને જિતવે. સુશ્કેલ છે. મેં એ આત્માને જિતવાને રાહ લીધે છે, એટલે આહા શત્રુઓને મને જરા પણ ભય નથી.”
એ વૃદ્ધ વિષે બીજા પણ કેટલાક પ્રશ્નો પૂછ્યા, તેના નમિરાજે સચોટ ઉત્તર આપ્યા અને દીક્ષા ગ્રહણ કરી તેઓ સાધુ થયા, સંત થયા, મુનિ અને મહર્ષિ થયા. છેવટે સર્વ કને તેડી સિદ્ધ, બુદ્ધ અને પારંગત થયા.
કહેવાનું તાત્પર્ય એ છે કે જેને તત્વબોધ થયા છે, તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, તેના જીવનમાં સમ્મચારિત્રની અનેરી ઝલક અવશ્ય આવી જાય છે.
તત્વજ્ઞાનની આથી વિશેષ મહત્તા બીજી શી હોઈ શકે?