________________
પર
તે રાત્રિએ નિમિરાજને ગાઢ નિદ્રા આવી ગઈ અને તેને દાહજવર પણ દૂર થયે; પરંતુ બીજા જ દિવસે પુત્રને ગાદી. સેપી ચારિત્ર ગ્રહણ કરવાની તૈયારી કરી. તે જોઈને રાણીઓ રુદન કરવા લાગી, મિથિલાના લેકે ધાર આંસુએ રડવા લાગ્યા, સર્વત્ર ભારે કોલાહલ થયું. આ વખતે એક વૃદ્ધ વિપ્રે આવીને કહ્યું: “હે રાજન ! તમારે વિગ સહુને દારુણ દુઃખનું કારણ થઈ પડ્યો છે, માટે તમે દીક્ષા લેવી રહેવા દો અને તમારા રાજમહેલમાં રહીને જ શેષ જીવન વ્યતીત કરે.”
નમિરાજે કહ્યું: “હે વિપ્ર! એક વૃક્ષ ફળફૂલથી રળિયામણું લાગે છે અને તેને લાભ લેવા પક્ષીઓનાં ટોળાં આવી પહોંચે છે. હવે પ્રબળ વાયુના વેગથી કદાચ એ વૃક્ષ ભાંગી પડે તે એ પક્ષીઓ બિચારાં આકંદ કરે છે. આ જ સ્થિતિ સંસારની છે. બધે જ સ્વાર્થ પરાયણતા વ્યાપેલી છે. જ્યાં સ્વાર્થસાધનાનાં સાધને ખૂટ્યાં કે ખૂટવાની દહેશત ઊભી થઈ, ત્યાં સ્વાર્થીને રડારોળ કરી મૂકે છે. પરંતુ આ જગતમાં કેઈના વિના કેઈનું પડી ભાંગતું નથી. બધા પિતાના પુણ્ય અનુસાર ખાય છે. જે હું નેહીઓના બંધનમાં બંધાઈ રહું, તે મારી સિદ્ધિ થાય નહિ.”
હવે એ જ વખતે મિથિલાનાં મકાનમાંથી ધૂમાડાના ગોટેગોટ નીકળવા લાગ્યા અને ભયંકર અગ્નિ તે બધાનું ભક્ષણ કરવા લાગ્યો. નમિરાજનું અંતઃપુર પણું તેમાંથી અચ્યું ન હતું. તેના તરફ આંગળી ચીંધી વૃદ્ધ વિપ્રે કહ્યું ઃ