________________
વિષયપ્રતિભાસ જ્ઞાનને લૌકિક ભાષામાં પોપટિયું જ્ઞાન કહેવામાં આવે છે. પિપટ પિતાના સુખથી “રામ રામ એવા શબ્દો બોલે છે, પણ રામ કોણ હતા? રામનું નામ ' શા માટે બેલવું? એ અગે કંઈ પણ જાણતું નથી. આવા જ્ઞાનથી ક્ષણિક મનોરંજન પ્રાપ્ત થાય, પણ વિશેષ ફલ પ્રાપ્ત થઈ શકે નહિ.
આત્મપરિણતિમ જ્ઞાનને લૌકિક ભાષામાં પિથીમાંનાં રીંગણ જેવું જ્ઞાન કહેવામાં આવે છે. પિોથીમાં એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે રીંગણાં ન ખવાય અને તે વાત બરાબર. સમજવામાં આવે છે, પણ રીંગણું ખાવાની પ્રવૃત્તિ છૂટતી. નથી. આવા જ્ઞાનથી શું અર્થ સરે?
મહારાજા સયાજીરાવ ગાયકવાડ તત્વજ્ઞાનના ભારે શોખીન હતા. તેઓ અવારનવાર વડોદરામાં પિતાના લક્ષમીવિલાસ નામના રાજમહેલમાં વિદ્વાનોને આમંત્રણ આપીને બોલાવતા. અને તેમની પાસેથી ધાર્મિક તથા તત્વવિષયક ભાષણ સાંભળતા. એક વખત એક વિદ્વાને અહિંસા પર એટલું સુંદર ભાષણ આપ્યું કે મહારાજા તથા તેમના કુટુંબીજને પર તેની ઘણી ઊંડી અસર થઈ. તેઓ હવે પછી અહિંસાનું વિશેષ પ્રમાણમાં પાલન કરવા તત્પર થયા, પરંતુ એવામાં વિદ્વાન મહાશયે મુખ પર જામેલાં પરસેવાનાં બિંદુએ લૂછવા. માટે ગજવામાંથી રૂમાલ ખેંચ્યું અને તેમાંથી એક ઇંડું નીચે સરકી પડ્યું. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આથી.