________________
[૬].
નવતત્ત્વ અંગે વિશાળ સાહિત્ય
જૈન શ્રત ચાર અનુગમાં વહેંચાયેલું છેઃ (૧) દ્રવ્યાનુયેગ, (૨) ગણિતાનુગ, (૩) ધર્મકથાનુગ અને (૪) ચરણકરણનુગ. તે અંગે અમે જીવ–વિચાર–પ્રકાશિકાના પ્રથમ ખંડમાં વિસ્તારથી વિવેચન કરેલું છે, એટલે અહીં વિશેષ વિવેચન નહિ કરીએ, પણ પ્રસંગવશાત્ એટલું જણાવીશું કે દ્રવ્યાનુગમાં જેમ ષડદ્રવ્યનું વર્ણન આવે છે, તેમ નવતનું વર્ણન પણ આવે છે અને તે જગત અને જીવનને લગતા અનેકવિધ કૂટપ્રશ્નોનું સુંદર સમાધાન કરે છે. અન્ય રીતે કહીએ તે આજે જેને તત્વચિંતન, તત્ત્વવિદ્યા, તત્ત્વજ્ઞાન, ફિલસૂફી કે દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે, તે ઉક્ત દ્રવ્યાનુચેગને જ એક વિભાગ છે અને તે ધર્માચરણ માટે ભૂમિકા તૈયાર કરવામાં ઘણે અગત્યનો ભાગ ભજવે છે. “નાળ-વિચાહું મોણો” “ઢ ના તો રમ” “ નાબેન વિ હૃતિ જાળા” આદિ આપ્તવચને આ વિષયમાં પ્રમાણભૂત છે.
જેને નવતત્ત્વને યથાર્થ બંધ નથી, તે જૈન ધર્મને આત્મવાદ, જૈન ધર્મને કર્મવાદ, જૈન ધર્મને પુરુષાર્થવાદ કે જૈન ધર્મને મોક્ષવાદ સમજવાને સમર્થ થતું નથી, તેથી જ જૈન શાસ્ત્રોમાં અનેક સ્થળે નવતનું વર્ણન કરેલું છે અને તેના વિષે એગ્ય સમજૂતી આપવામાં આવી છે. '