________________
ગુણના સંપૂર્ણ ખ્યાલવાળું હોય, તે આત્મપરિણતિમત જ્ઞાન મનાયેલું છે.”
બુદ્ધિશાળી અથવા પંડિત પુરુષ એમ જાણે છે કે વિષય અને કષાયનું સેવન કરવાથી દુર્ગતિમાં જવું પડશે અને સંયમ તથા તપનું આરાધન કરવાથી મોક્ષનું સુખ પ્રાપ્ત થશે, પરંતુ તેઓ વિષય અને કષાયને છોડવા માટે તથા સંયમ અને તપને આદરવા માટે પ્રવૃત્ત થતા નથી. તાત્પર્ય કે જે જ્ઞાનમાં વિષયના પ્રતિભાસ ઉપરાંત હેય અને ઉપાદેયને વિવેક હય, પણ તથાવિધ પ્રવૃત્તિ ન હોય તેને આત્મપરિણતિ જાણવું.
स्वस्थवृत्तेः प्रशान्तस्य, तद्धेयत्वादिनिश्चयम् । तत्त्वसंवेदनं सम्यग् , यथाशक्तिफलप्रदम् ॥
“સ્વસ્થ વૃત્તિવાળા તથા શાંત એવા પુરુષને વહુના હેયપણા આદિમાં નિશ્ચયવાળું જે જ્ઞાન થાય છે, તે સભ્ય તત્વસંવેદન કહેવાય છે અને યથાશક્તિ ફળ આપે છે
એક વસ્તુ સારી છે, આદરવા ચોગ્ય છે, એમ જાણ્યા પછી તેને આદરવાની જ બુદ્ધિ રાખવી તથા તે પ્રમાણે આદરવું અને એક વસ્તુ ખરાબ કે છોડવા ચોગ્ય છે, એમ જાણ્યા પછી તેને છેડવાની જ બુદ્ધિ રાખવી તથા તે પ્રમાણે છેડવું, તેને તવસંવેદન કહેવાય છે. આ જ સમ્યગૃજ્ઞાન છે. તેથી સમ્યક્ષ્યારિત્ર પ્રકટ થાય છે અને પરંપરાએ એક્ષ રૂપી -મધુર ફલને આસ્વાદ માણી શકાય છે.