________________
૫૮
તાત્પર્ય કે તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુ પ્રત્યે પણ શાન્વિત થવાની જરૂર છે.
અહીં એ સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે આ જગતમાં એક યા બીજા બહાને શિષ્યનાં ગજવાને ભાર હળવે કરનાર ગુરુઓ ઘણા હોય છે, પણ શિષ્યના હૃદયને સંતાપ રૂપી ભાર હળવે કરનાર ગુરુ દુર્લભ હોય છે. નિર્ગથ સાધુઓ આ બીજા પ્રકારના હેવાથી તેમની ગણના સગુરુમાં થાય છે.
હજી એક પ્રશ્ન વધારે પૂછાવાની શક્યતા છે. “તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રી અરિહંત દેવ અને નિગ્રંથ સુસાધુ ગુરુ પ્રત્યે શ્રદ્ધાવિત થવું ઠીક છે, પણ ધર્મ પ્રત્યે શ્રદ્ધાન્વિત થવાની શી જરૂર છે?” તેનો ઉત્તર એ છે કે “શ્રી અરિહંત દેવ પ્રત્યે શ્રદ્ધા હોય, નિર્ગથ ગુરુઓ પ્રત્યે શ્રદ્ધા હેય, પણ જે ધર્મનું પાલન કરવાનું છે, તેની મંગલમયતા કે કલ્યાણકારિતા વિષે આંતરિક શ્રદ્ધા ન હોય તે ધર્માચરણ માટે ઉત્સાહ થતું નથી અને પરિણામે જ્ઞાનની આરાધના. ચથાર્થરૂપે થઈ શકતી નથી. આ સગમાં તત્ત્વજ્ઞાનની. પ્રાપ્તિ શી રીતે થાય? તાત્પર્ય કે તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે ધર્મ પ્રત્યે પણ શ્રદ્ધાન્વિત થવાની જરૂર છે.'
અહીં એટલી સ્પષ્ટતા ઉચિત છે કે જે ધર્મનું પાલન કરતાં આત્મા ઊર્ધ્વગામી બને, તે જ ધર્મ ઉપાદેય છે અને તેના પ્રત્યેજ શ્રદ્ધાન્વિત થવાનું છે. આ ધર્મ જિન-અહે, તીર્થકરેએ પ્રવતવેલ છે અને તે ભૂમંડળમાં જૈન ધર્મ કે આહંત ધર્મ તરીકે વિખ્યાત છે.