________________
પી .
દેવી ! ચંદન ઘસવાનું કામ બંધ થયું કે શું?' કણને અવાજ બંધ થતાં મહારાજા નિમિએ પટરાણીને પ્રશ્ન કર્યો અને સાથે સાથે સૂચન પણ કર્યું કે “હજી ડી વાર ઘસાયું હેત તે ઠીક થાત.”
પટરાણુએ ખુલાસો કર્યો. “મહારાજ ! ચંદન ઘસવાનું કામ ચાલુ જ છે.”
તે કંકણને અવાજ કેમ આવતું નથી!” મહારાજા નમિએ મનનું સમાધાન કરવા ફરીને પ્રશ્ન પૂછો.
દેવ! આપની નિદ્રામાં ખલેલ ન પહોંચે, તે માટે -દરેક રાણીએ પિતાના હાથમાં માત્ર એક જ કંકણું રાખ્યું છે અને બાકીનાં બધાં ઉતારી નાખ્યાં છે.” પટરાણીએ પરિસ્થિતિની ચોખવટ કરી.
હું, ત્યારે આ કેલાહલ ઘણાના ભેગા થવાથી થયે હતે !” આટલા ઉદ્દગાર કાઢી મહારાજા નમિ ઊંડા ચિંતનમાં સરકી ગયા. “ખરેખર! એકલું કંકણું કાંઈ શેર મચાવી શકતું નથી. મને જે ત્રાસ ઉપજ્ય, બેચેની થઈ તે ઘણું કંકણેને લીધે જ થઈ. જીવનમાં પણ આવું જ છે. જ્યાં બહુ પરિગ્રહ, ત્યાં બહુ ઉપાધિ. જ્યાં બહુ સંબંધે, ત્યાં બહુ દુઃખ. હે આત્મન ! તે અત્યાર સુધી એકત્વના આનંદને ઉપભોગ કર્યો નથી અને તેથી જ તેને રેગ અને શેક, જન્મ અને મરણ સતાવ્યા કરે છે. માટે તું અન્યને છેડી એ થા, પુદ્ગલને છેડી તારા સાચા સ્વરૂપનું આલંબન કર.