________________
તે જુઓ. તેનાથી લેક અને અલેકનું સ્વરૂપ આપણે જાણી શકીએ છીએ અને હેય-ઉપાદેયના વિવેકપૂર્વક શુદ્ધ આચરણ કરવાને શક્તિમાન થઈએ છીએ.
“જ્ઞાની એક શ્વાસે છૂવાસમાં જેટલા કર્મ અપાવે છે. તે અજ્ઞાનીને ખપાવતાં કોડ પૂર્વ એટલે સમય લાગે છે.” ૩.
કર્મ ખપાવવાની બાબતમાં અજ્ઞાની અને જ્ઞાની વચ્ચે કેટલે મોટો તફાવત છે? તે અહીં દર્શાવ્યું છે. જ્યાં શ્વાસ છુવાસ જેટલો સમય અને ક્યાં ૭૦૫, ૬૦૦, ૦૦૦, ૦૦૦, ૦૦૦, ૦૦૦, ૦૦૦ ૪ ૧૦, ૦૦૦, ૦૦૦ = વર્ષ ? તાત્પર્ય કે કર્મને શીઘ્રતાથી નાશ કરે હેય, અને મોક્ષમહાલયનાં અનંત-અક્ષય સુખના અધિકારી થવું હોય તે પહેલી તકે જ્ઞાનની આરાધના કરવી જોઈએ અને તત્ત્વને યથાર્થ ધ મેળવી લેવું જોઈએ.
“ક્રિયા એ દેશ–આરાધક છે અને જ્ઞાન એ સર્વ આરાધક છે. આ રીતે જ્ઞાનને મહિમા ઘણે છે, જે ભગવાન શ્રી મહાવીરે ભાખેલા પાંચમા અંગમાં વિદ્યમાન છે.” ૪.
સારાંશ કે માત્ર ક્રિયાની આરાધના કરીએ તે અલ્પાશે થાય છે અને જ્ઞાનપૂર્વક કરીએ તે સર્વશે થાય છે. આ રીતે જ્ઞાનની-તત્ત્વજ્ઞાનની મહત્તા ઘણી મોટી છે, જે વર્તમાન શાસનના નાયક ચરમ તીર્થકર ભગવાન શ્રી મહાવીરે અર્થથી કહેલી છે અને તેમના પટ્ટધર શ્રી સુધમસ્વામીએ સૂત્રરૂપે વિવાહપ્રજ્ઞપ્તિ યાને શ્રી ભગવતીસૂત્ર નામના પાંચમા અંગસૂત્રમાં ગૂંથેલી છે.