________________
અહીં એ સપષ્ટતા કરવી ઉચિત છે કે જૈન ધર્મે માત્ર - જ્ઞાનથી કે માત્ર કિયાથી મેક્ષ માન્ય નથી, પણ ઉભયના આરાધનથી મોક્ષ માન્ય છે અને તેમાં જ્ઞાનને પહેલું મૂક્યું છે, જે તેની અસાધારણ મહત્તા સૂચવે છે. જે જ્ઞાન ન હોય, તબંધ ન હોય, તે કઈ પણ આધ્યાત્મિક ક્રિયા તેના યથાર્થ સ્વરૂપે કરી શકાતી નથી અને પરિણામે જે ફળની અપેક્ષા રાખવામાં આવી હોય, તે પ્રાપ્ત થતું નથી. “પઢમં ના તો જા” વગેરે સૂત્રોમાં આ વરતુ ખૂબ જ -પષ્ટ કરવામાં આવી છે.
જૈન શાસ્ત્રોમાં જ્ઞાનને મહિમા ખૂબ વર્ણવ્યો છે. જેમકે –
અનાજ-સંમોહેં–તહાસ,
नमो नमो नाण-दिवायरस्स। “અજ્ઞાન અને સમેહ રૂપી અંધકારને દૂર કરનાર જ્ઞાન-દિવાકરને વારંવાર નમસ્કાર છે.”
पावाओ विणिवत्ती, पवत्तमा तहय कुसल-पक्खंमि । विणयस्स य पडिवत्ती, तिन्निवि नाणे सम्माप्पिंति ॥
પાપકાર્યોમાંથી નિવૃત્તિ, કુશલપક્ષમાં પ્રવૃત્તિ અને મિક્ષનાં સાધને પ્રત્યે આદરરૂપ વિનયની પ્રાપ્તિ, એ ત્રણે ય જ્ઞાનથી જ થાય છે.”
नाणं च सणं चेव, चरित्तं च तवो तहा। . एयमग्गमणुपत्ता, जोचा गच्छन्ति सोग्गई।