________________
[૩]
તત્વજ્ઞાનની મહત્તા
-
જ્ઞાન બે પ્રકારનું છે : (૧) વ્યાવહારિક અને (૨) -પારમાર્થિક તેમાં વ્યાવહારિક જ્ઞાન વ્યવહારનાં ભિન્ન ભિન્ન અંગેને સિદ્ધ કરવામાં ઉપયોગી છે અને પારમાર્થિક જ્ઞાન પરમાર્થ એટલે મોક્ષ, મુક્તિ, સિદ્ધિ, નિર્વાણ કે પરમપદની પ્રાપ્તિમાં ઉપયોગી છે. જે જીવનના અંતિમ સાધ્ય તરીકે - આપણે મેક્ષને સ્વીકાર કરતા હોઈએ, કરીએ જ છીએ તે આ બીજા પ્રકારના જ્ઞાનને શ્રેષ્ઠ માનવું જ રહ્યું.
પારમાર્થિક જ્ઞાન પ્રશંસનીય–પ્રશસ્ત છે, તેથી તેને વ્યવહાર સમ્યગ્રસ્તાન તરીકે થાય છે અને તે તત્વના અવેધ રૂપ હેઈને તત્ત્વજ્ઞાન તરીકે પણ ઓળખાય છે. તાત્પર્ય કે
જૈન દષ્ટિએ જે પારમાર્થિક જ્ઞાન છે, તે જ સમ્યજ્ઞાન છે -અને જે સમ્યજ્ઞાન છે, તે જ તત્વજ્ઞાન છે.
આર્ય મહર્ષિએને એ અભિપ્રાય છે કે જે જ્ઞાન પરમાર્થની સિદ્ધિ કરનારું હેય, અર્થાત્ મેક્ષપ્રાપ્તિમાં ઉપકારક અહિય, તેને જ જ્ઞાન સમજવું અને બાકીનું બધું અજ્ઞાન
સમજવું. આ દષ્ટિએ પારમાર્થિક જ્ઞાન, સમ્યગજ્ઞાન કે તત્ત્વ -જ્ઞાનને માત્ર જ્ઞાન પણ કહેવામાં આવે છે. “ના-રિર્વેિ
મોવણોવગેરે સૂત્રમાં જ્ઞાન શબ્દ આવા જ અર્થમાં વપરાયેલ -- છે. થોડા વિવેચનથી આ વસ્તુ સ્પષ્ટ થશે.