________________
સાથે છે. હવે જૈન ધર્મ તે પરલેકમાં પરમ શ્રદ્ધા ધરાવનારે છે, તેને નાસ્તિક કેમ કહી શકાય?
એક ધર્મવાળા બીજા ધર્મનાં શાસ્ત્રોને ન માનતા હોય એટલા જ કારણે તેમને નાસ્તિક કહેવામાં આવે તે બીજા ધર્મવાળા તેમને નાસ્તિક કહે, એ સ્વાભાવિક છે. આ રીતે તે અરસપરસ બધા જ નાસ્તિક કહેવાય, એટલે પરલેક મને તે આસ્તિક અને ન માને તે નાસ્તિક, એ વ્યાખ્યા બરાબર છે.
“જૈનધર્મ ઈશ્વરને માનતે નથી એમ કહેવું એ અર્ધસત્ય છે અથવા તે અસત્ય છે. જૈન ધર્મ ઈશ્વરને તે. માને જ છે અને તેથી જ જિન ભગવંતને જિનેશ્વર (જિન + ઈશ્વર) તરીકે સંબંધે છે. જેનશાસ્ત્રોમાં કહ્યું છે કે
सर्वज्ञो जितरागादिदोषस्त्रलोक्यपूजितः।। यथास्थितार्थवादी च देवोऽहन परमेश्वरः॥ સર્વજ્ઞ, રાગાદિદેને જિતનાર, ઐલેક્ટપૂજિત અને સત્ય તત્વના પ્રકાશક એવા જે અહંદુદેવ છે, તે જ પરમેશ્વર છે.”
જૈન ધર્મ ઈશ્વરને વ્યવહાર દેવસંજ્ઞાથી કરે છે અને તેના સાકાર તથા નિરાકાર એવાં બે સ્વરૂપે માને છે. તેમાં અહંતુ એ ઈશ્વરનું સાકાર સ્વરૂપ છે અને સિદ્ધ એ ઈશ્વરનું નિરાકાર સ્વરૂપ છે. જૈન ધર્મ આ બંને પ્રકારના ઈશ્વરનું સતત સ્મરણ કરવાને આદેશ આપે છે અને તેથી જ નમસ્કારમહામંત્રનાં પ્રથમ બે પદોમાં “નમો વિતા' અને “નમો સિદ્ધા” એવી શબ્દરચના જોવામાં આવે છે. તેને