________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ્ પુરૂં કર્યું છે એવી તે પણ ત્યાંથી ચાલીને ત્યાં જ તે સાધુની પાસે આવી. ત્યાં પાણીથી પોતાના શરીરને સાફ કરીને પિતાનાં વસ્ત્રો પહેર્યા. એટલામાં ત્યાં તે વખતે તે સાધુ પાસે કેટલાક પુરુષો એક મરેલા પુરુષ (મડદાને)ને સળગાવીને ચાલ્યા ગયા. તે અગ્નિમાં વાયુથી પ્રેરિત એક ઘા ને પળે પડે તેથી ત્યાં પ્રકાશ કર્યો. તે પ્રકાશમાં તે પાપણીએ તે મુનિપતિ મુનિ ત્યાં ધ્યાન રહેલા જોયા. તેમને જોઈને તે દુષ્ટાએ વિચાર્યું : અરે ! આ મુનિએ મારૂં ચરિત્ર જોઈ લીધું છે અને તે મારૂં બધું ચરિત્ર લોકેની આગળ કહેશે. આમ વિચારી તેણીએ તે અગ્નિ તે જ સુનિધિ મુનિના મસ્તક ઉપર નાખ્યો ત્યારે ગોપાલ બાલકોએ તે મુનિ ઉપર તેમની ઠંડીથી રક્ષા કરવા માટે નાખેલા વસ્ત્રો સળગ્યાં તેથી તે મુનિ પણ કંઈક દાઝયા અને પૃથ્વી પર પડી ગયા અને તે મુનિને ઘણી જ પીડા થઈ - હવે તે દુષ્ટા તો પિતાને ઘેર ગઈ અને તેનો પતિ પણ ભયથી ધ્રુજતા અંગવાળો ઘેર આવીને તે પોતાની સ્ત્રી સામે કહેવા લાગ્યો -- “હે પ્રયા ! હાલમાં મને વનદેવતાએ હેરાન કર્યો છે માટે મારા માટે શય્યા તૈયાર કર” તેણીએ પણ તે પ્રમાણે : અને જેટલ માં તે શય્યામાં સૂતે તેટલામાં તે તે દાહજવરથી (તાવમાં) મરીને સદ્ગતિને પામ્યું. ત્યાર પછી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust