________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ .જાની સાથે તેની જાણે છાયા , ત્યારે પ્રધાન પણ રાજાની શરીરની જાણે છાયા જ ન હોય તેમ રાજાની સાથે ચાલ્યું. રાજાએ એને આવતે રેક; પણ, તે પાછા ન ફર્યો, ત્યારે સરળ સ્વભાવના રાજાએ દયા લાવી તે કપટી પ્રધાનને સાથે લીધું. આમ તે બંને નિરંતર પ્રયાણ કરતાં કરતાં સાતસો જન ગયા અને અનુક્રમે બાર ગામ, નવ નગર અને પાંચ પાટણને ઓળંગીને તે બંને પર્વતના શિખર ઉપર પહેાંયા. ત્યાં તે બંનેએ પદ્માસને રહેલા એક ગીન્દ્રને જોયા. જોગીન્દ્રને જોઈને તે બંને ખૂબ હર્ષિત થયા, ત્યારપછી રાજા તે ગીન્દ્ર પાસે બેસીને એક ધ્યાનથી તેમની સેવા કરવા લાગ્યા. આમ કેટલાય દિવસો જતાં તે સદાન દ નામના રોગીન્દ્ર સંતુષ્ટ થઈ રાજાને કહેવા લાગ્યા : “હે રાજન ! હું તારા ઉપર તુષ્ટ થયો છું; આથી તમે વરદાન માગો.” ત્યારે રાજાએ કહ્યું : “હે સ્વામી, મને પરકાય. પ્રવેશવિદ્યા આપો. રોગીએ પણ રાજાને તે વિદ્યા આપી ત્યારે તે મંત્રી આંખમાંથી આંસુ સારતે વિલાપ કરવા લાગ્યો. તેને આંસુ સાતો જોઈને રાજાએ તે ચગીને વિનંતી કરી “હે ભગવન ! મારા ઉપર મહેરબાની કરીને આ મારા મંત્રીને પણ વિદ્યા આપો” સદાનંદ એગીએ કહ્યું : “હે રાજન ! આ તમારો મંત્રી મહાપાપી છે, મેલા હૈયાવાળો છે, કંપાકફળ સરખે દેખાવમાં સારે છે. અંતરથી ઝેરી છે; આથી, તેને વિદ્યા આપવાથી ઉલટો તને જ અન ઉત્પન્ન થશે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust