________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 29. “હે રાજા ! જ્યારે તમે પરકાય પ્રવેશ વિદ્યાને પ્રાપ્ત કરો. ત્યારે જ તમે આ કન્યાને અંતઃપુરમાં દાખલ કરજે. વિદ્યા પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી અંતઃપુરમાં દાખલ કરશે. નહી” એવા સોગન લેવડાવવાપૂર્વક તાપસે રાજાને વિસજન કર્યા. હવે રાજાએ પણ પિતાના નગરી. નજીકમાં આવી તે કન્યાને બહારના ઉધાનમાં, મહેલમાં મૂકીને પિતે મહાવપૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. એક વખત રાજાએ મંત્રીને પૂછ્યું: “હે મંત્રી ! હવે. મારે પરકાય પ્રવેશવિદ્યા કેવી રીતે મેળવવી?” મંત્રીએ કહ્યું : હે સ્વામી! તમે અહીં એક દાનશાળા ખોલો કે જેથી તેમાં દાન લેવા માટે ઘણુ યોગીઓ, વિદ્યાસિદ્ધ પુરુષે આવશે. તેઓમાંના કોઈકની પાસે તો જરૂર તે વિદ્યા તમને મળી જશે” રાજાએ તે પ્રમાણે કરાવ્યું ત્યારે તે દાનશ ળામાં કાપડિયા વિગેરે ઘણું મુસાફરો દાન લેવા માટે આવવા લાગ્યા. આમ છ માસ વીતી ગયા. એક વખત ત્યા આવેલા એક કાપડવાને મંત્રીએ. પૂછયું : “હે કાપડિયાભાઈ! વિદેશમાં ભ્રમણ કરતા તમે કઈ સ્થાને પરકાય પ્રવેશવિદ્યાને ધારણ કરનારે કોઈ એગી. જે ખરો ? તેણે કહ્યું: “હે મંત્રી ! મેં ખરેખર એ જ એક ચગી જોયો છે. મારા નગરથી બાર યોજન દૂર એક મોટું વન છે. તે વનમાં પ્રવેશમાર્ગમાં બે તાડના ઝાડ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust