________________ પર શ્રી મુનિપતિ ચરિત્રમ જેને જાતિસ્મરણ (પૂર્વ—જન્મનું સ્મરણ) થયું છે એ તે દેડકે ઉલ્લાસયુક્ત ભાવથી-ભાલ્લાસથી અમને વંદન કરવા વાવનાં પગથીયાંના માગે કૂદી કૂદીન વાવની બહાર નીકળીને જ્યાં માર્ગની વચ્ચે આવ્યાં ત્યાં જ તમારા ઘેડાના પગનો પ્રહાર થતાં-પગની લાત વાગતાં મરી ગયે. શુભ ભાવમાં મર્યો, તેથી સૌધર્મ દેવલોકમાં દર્શક નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે. હવે ઈ કે તે દેવસભામાં તમારી આ પ્રમાણેની પ્રશંસા કરી હમણાં ભરત ક્ષેત્રમાં શ્રેણીક રાજા જે ક્ષાયિક સમ્યકવને ધારણ કરનાર કોઈ નથી. ઈદના આ વચન ઉપર શ્રદ્ધા ન આવવાથી આ દેવ તમારી પરીક્ષા કરવા માટે અહીં આવ્યો હતો. તે દર્દશંક દેવે ગાશીષ ચંદનથી જ મારા ચરણેને પૂજ્યા. માત્ર તમારી દષ્ટિને મેહ પમાડવા માટે જ દેવમાયાથી તમને વિષ્ટા એ પડતું હોય તેમ વિપરીત દેખાડ્યું. - હવે ફરી શ્રેણિક રાજાએ પૂછયું“હે ભગવન! તમે જ્યારે છીંક કરી ત્યારે આ દેવે મરે” એમ અમંગલ શબ્દ કેમ કહ્યા? અને બીજાઓએ જ્યારે છીક કરી ત્યારે તેનાથી ઉલટું કેમકહ્યું?“તે સાંભળી ભગવતે કહ્યું “હે રાજેન્દ્ર, મેં છીંક કરતાં તે દેવ એમ બેલ્યો કે, હે ભગવન! તમે હજુ સુધી સંસારમાં કેમ રહ્યા છે? જલદી મેલે જાએ. એવાં આર્શીવાદનાં વચને તેણે કહ્યાં. વળી તમને ઘણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust