________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 79 શું તું મને ઓળખતા નથી? હું પૂર્વભવમાં તમારા ગામમાં તમારા ઘરની નજીકમાં જ રહેતે હું દસદ નામને વૈદ્ય હતે; અને આધ્યાનથી મારીને આ વનમાં હું વાંદરાપણે ઉત્પન્ન થયો છું, અને આ જે તમને જોઈને મને જાતિસ્મરણ (પૂર્વજન્મની સ્મૃતિ) જ્ઞાન ઉત્પન્ન થયું છે તે સાંભળીને ખુશ થયેલા મેં તે વાનરને કહ્યું: “હે વાનર ! તું તે મારે ઉપકારી થો. તે હવે મારા ચગ્ય કંઈક તું મને તારું કામ બતાવ. તે વાનર કહ્યું : " હું આ વનમાં પાંચસે વાનરે સહિત સુખે રહેતો હતો, પરંતુ એક વખત મારા કરતાં વધારે બલવાન એક વાનરે આવીને મને કાઢી મૂકીને, મારૂં તે બધું વાનરીઓનું ટોળું પોતાને સ્વાધીન કરી લીધું છે; તેથી દુઃખી થયેલા અને આધાર વિનાને હું થઈ ગયે. અહીં ભમતાં ભમતાં મેં તમને જેયા : તે હે દયાવતાર ! મને મદદ કરે અને મારા વાનરીઓના ટોળાને પાછું વાળી આપે. " તે સાંભળી હું તે વાનર સાથે તે વનમાં ચાલ્યો. ત્યાં તેના તે વેરી વાનરને હને મેં તેને તે વાનરીઓનો પરિવાર પાછું વાળી તેને સેં ; ત્યાર પછી તે વાનર તે વનની અંદર સુખે રહેવા લાગ્યું. - હવે હું ત્યાંથી પાછા ફર્યો અને તે ચોરની પલ્લીમાં જઈને નિદ્રાધીન તે પલીપતિને તરવારથી મારી નાખ્યું. ત્યારપછી ત્યાંથી તે મારી પત્નીને લઈને જતાં મેં માર્ગમાં વનની અંદર એક મુનિને કાત્સગ ધ્યાનમાં ઊભેલા જોયા, ત્યારે મેં તેમને પ્રણામ કર્યા. પ્રણામ કરીને હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust