________________ 168 શ્રી મુનિપતિ ચરિત્રમ પ્રસૂતિ થવાની છે. વળી મારી પાસે તે કંઈ દ્રવ્ય નથી, તેથી હવે હું શું કરીશ?” તે સાંભળી રાજા વિગેરે બધા લેકે સંશયમાં પડેલા પરસ્પર–એક બીજા તરફ જોવા લાગ્યા. ત્યારે મુનિએ વિચાર્યું: “અહે! કઈ દુષ્ટાત્માએ શ્રી જિન–શાસનની ઉન્નતિ જોઈને વૈષ રાખી આમ કર્યું છે. એમ વિચારી તે મહાત્માએ કહ્યું: “હે મુગ્ધા! તું આવું અસંબદ્ધ કેમ બોલે છે? ખોટું બોલવાથી તને મેટું પાપ લાગશે! અને આવતા ભવમાં તારે નરકમાં જવું પડશે !" એમ અનેક રીતે કહેવા છતાં પણ તેણે જવાબ ન આવે. ત્યારે મનમાં જરાક કેધાયમાન થયેલા સાધુએ “અરે દુષ્ટ ! જે આ ગર્ભ મારો જ હોય તે હમણાં જ તારા ચેનિમાર્ગથી પ્રસૂતિ પામે ! અને જે મારે ન હેય તે તારૂં પેટ ફાટી જઈ બે વિભાગ થઈને પ્રસૂતિ થાઓ.” આમ, ક્રોધાવેશમાં તે મુનિએ પણ તે વખતે ન સંભળાય તેવું વાક્ય કહ્યું. - હવે તે જ વખતે તેણુંનું પેટ ફાટી ગયું અને તેમાંથી ગર્ભ પૃથ્વી ઉપર પડયો અને ચંડાલણી પણ મૂર્થિત થઈ ભુમિ ઉપર પડી અને બે ઘડી પછી તે ચંડાલણ ચેતનાવાળી થઈ. લેકે પણ બધા તે આશ્ચર્ય જોઈ વિચારવા લાગ્યા કે ખરેખર! કઈ દુષ્ટાત્માએ આ કપટ કર્યું હોય એમ જણાય છે. . : : ત્યારપછી રાજાએ તે ચંડાલણીને કહ્યું કે : 88 અરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust