________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 181 સાંભળી પુત્રે કહ્યું : “હે તાત! તે નિધાન તે મેં જ લીધેલું છે અને ઘરમાં બીજી જગ્યાએ સ્થાપન પણ કર્યું છે.” - હવે તે મુનિ પતિ સાધુ પણ કોધથી જરાક લાલ નેત્રવાળા થયા અને તેમના શરીરમાંથી તેલશ્યાનાં પુદુગલ વિસ્તરવાને સમય નજીક આવી ગયો. આથી, ભયભીત થયેલા શેઠે તે મુનિના ચરણમાં પ્રણામ કરીને કહ્યું: “હે ભગવદ્ ! દુષ્ટબુદ્ધિવાળા થયેલા મેં આપને ખોટા જ હેરાન કર્યા, ખરેખર આપ તે તદ્દન નિર્દોષ છે.” એમ કહીને તે શેઠ તે મુનિને વારંવાર ખમાવવા લાગ્યા. on તે વખતે શાંત મનવાળા થયેલા સાધુ ભગવંતે કહ્યું H હે મહાભાગ્યશાળી! ખોટાં કલંક આપવાથી પ્રાણીઓને મહાઅનર્થ થાય છે. અને ચાર ગતિરૂપ સંસારસમુદ્રમાં ભ્રમણ કરવું પડે છે.” - તે સાંભળી તે કુંચિક શેઠે વૈરાગ્યરંગથી રંગાઈને તે જ મુનિપતિ મુનિની પાસે દીક્ષા લીધી અને તેમના પુત્ર મોટા મહોત્સવ પૂર્વક તેમને દીક્ષા મહોત્સવ ઉજવ્યો. હવે અનુક્રમે નિર્દોષ-નિરતિચાર ચારિત્ર પાળીને તે કંચિકે શેઠે છેલ્લે અનશન કરીને મુનિ પતિગુરુ સાથે પહેલા દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવી તે બંનેય મહાવિદેહે ક્ષેત્રમાં અવતાર લઈ મોક્ષને પ્રાપ્ત કરશે. | ઈતિ શ્રી મુનિ પતિ ચરિત્ર સમાપ્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust