________________ શ્રી મેહજિત ચરિત્રમ: 203 અશે, કદંબ, આંબા, બકુલ, ખજૂરી, દાડમી વિગેરે વૃક્ષે જે સૂકાઈ ગયેલાં હતાં તે બધાં કુલ, ફળ અંકુર વિગેરે તથા શાખા પ્રશાખાથી સહિત થયાં, પાણી જેમાંથી સૂકાઈ ગયેલાં હતાં તે વાવડીઓ પાણીથી ભરપૂર થઈ ગઈ અને જે ઉદ્યાનમાં સારા રાજહંસ મેર, કોયલ, વિગેરે. સુંદર સ્વરે ગાન કરવા લાગ્યા. વળી કમાઈ ગયેલાં જાઈ ચંપક, પારિજાત, જયાકુસુમ,કેતકી,મલ્લિકા, કમલિની વિગેરે. ક્ષણવારમાં વિકસિત થઈ ગયાં. તેથી તેમાં આવેલા ભમરાઓ. મનહર રીતે ગુંજારવ કરવા લ ગ્યા અને તેની સુગંધને. સુંઘવા લાગ્યા અને એ બધા શ્રેષ્ઠ સ્વરે ગાયનો ગાઈ રહ્યા હોય તેવું તે સુંદર વન-ઉદ્યાન બની ગયું. આવું આશ્ચર્ય બનેલું જોઈને વનપાલકે રાજાની. પાસે આવીને કહ્યું કે હે પૃથ્વીનાથ ! આજે આ ના પ્રબળ પુણ્યના ઉદયથી ઉદ્યાનમાં– શાંતમુદ્રા ધારી, ભવથજીના તારક, મહાબુદ્ધિશાળી: ચંદ્ર જેવા અતિ સૌમ્ય, સૂર્ય જેવા જ તેજસ્વી, સમુદ્ર, જેવા ગંભીર, અનેક મુનિવરેના સમુદાયથી પરિવરેલા જ્ઞાની. ગુરુ ભગવંત આવ્યા છે.” * એ સાંભળી રોમાંચ થી કંચુકિત થયેલા શરીરવાળા (જેના શરીરમાં રોમાંચ ખડાં થયાં હોય તેવા) અને એથી જાણે આભૂષણે શરીર ઉપર ડમ્બલ જ ન થઈ ગયાં હોય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust