________________ શ્રી મેહજિત ચરિત્રમ 207 : : - “હે સમુદ્રના તારાઓ! હમણું તો હું અત્યંત મહેનત પડવાથી ખૂબ થાકી ગયો છું જેથી, હવે મારામાં રકાંઠા સુધી પહોંચવાની પણ શક્તિ રહી નથી.” ત્યારે કાંઠા ઉપર રહેલા મનુષ્ય અનેક રીતે ઉપદેશ અને ધીરજ આપીને ફરી પણ કહ્યું કે, “તું હમણાં જ કાંઠે આવી જઈશ. હવે થોડી જ મહેનત કરવાની છે, તો પ્રયત્ન કર. આવાં ધીરજ આપનારાં અને પડતાને ટેકે આપનારાં વચનો સાંભળી ઘણું મહેનત કરી કાંઠે એ પહે. પછી તેઓ બંને મળી તેની નજીકમાં જ રહેલા નગરમાં જઈને - આનંદપૂર્વક રહેવા લાગ્યા. . . હવે દૃષ્ટાંતની ઘટના આ પ્રમાણે–સંસાર એ જ સમુદ્રમાં તેનાં દુઃખથી પીડાયેલ છવ તરવા માટે કંઈક શોધે છે. શુભ કર્મના ઉદયથી સમ્યકત્વરૂપી પાટીયું મેળવી ઉપર આવીને તરવા માંડે છે પણ તે વખતે મોહરૂપી વાવટેળ લાગવાથી ફરી પાછો સંસાર રૂપ સમુદ્રમાં પડી ગયે. આ રીતે સંસારમાં ભયંકર કષ્ટો સહન કરતા કરતા અને સતત પ્રયત્નવાળે રહેતો ફરી સમ્યકત્વરૂપી પાટીયાની મદદથી બહાર આવી તરવા માંડે છે, તે વખતે કેવલ જ્ઞાનરૂપી કાંઠે રહેલા મનુષ્યરૂપ અરિહંત દેવ એમ કહે છે કે - “હે ભવ્યજીવ ! આ બારવ્રતરૂપ નાવને તું સ્વીકાર કર. એમ અનુક્રમે સાંકળરૂપ સંયમ ગ્રહણ કરીને કેવલજ્ઞાન રૂપી કાંઠે આવ (એટલે કે ચાર ઘાતી કર્મને વિનાશ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust