________________ શ્રી મોહજિત ચરિત્રમ્ 201 ભમરો આખી રાત કમળમાં બિડાઈ ગયેલે એમ વિચારે છે કે - ? . રાત વીતશે, પ્રભાત થશે, સૂર્ય ઉગશે, કમળની શેભા * વિકાસ પામશે; આમ ભમરો (પિતાને બીડાયેલા કમળમાં મૂંઝાઈ ગયેલ શેખચલ્લીના) વિચાર કરે છે ત્યાં તો ખરેખર હાથીએ એ કમલિનીને જ ઉખેડી નાખી. યેગી વિચારે છે કે, મારી પણ આ ભમરા જેવી દશા થઈ છે ખરેખર ! મેં તે વિચારેલું, અનના કીડારૂપ મનુષ્યને કેમ ચલિત ન કરી શકાય ? પરંતુ આ તો 3 ઊલટું થયું. ઉપદ્રવ રૂપ થયું. આવા બધા વિચારો કરીને દેવ ઈન્દ્ર મહારાજનું વચન સત્ય છે એમ માની યોગીવેશ છેડી પોતાનું મૂળ દેવ રવરૂપ પ્રગટ મેહજિત રાજા ઉપર ખુશ થયો. તેટલામાં તે આનંદપૂર્વક ભ્રમણ કરતો તે શાર્દૂલ રાજકુમાર લીલામાત્રમાં આવીને રાજા પાસે ઊભે રહ્યો. ત્યારે તે દેવ કહે છે - ' હે પૃથ્વીનાથ! જેવી આપની પ્રશંસા મેં ઈન્દ્ર મહારાજ પાસે સાંભળી તેનાથી પણ અધિક આપના તેજ અને પ્રભાવનો મને અનુભવ થયો. હું તો સર્વજ્ઞ ભગવંતને એવી પ્રાર્થના કરું છું કે, આપનો આ આ શુદ્ધ વ્યવહાર દિનપ્રતિદિન વૃદ્ધિ પામે. જેમ આપની આ પ્રવૃત્તિ આજે છે અને શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં જ રહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust