________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 167 સને પિતાના દેશમાંથી દેશનિકાલ કર્યા અને મુનિનું સન્માન કરવાપૂર્વક વિનંતિ કરીને રાજાએ ત્યાં ચેમાસું રાખ્યા. ત્યારપછી રાજા નિરંતર મુનિ પાસે વ્યાખ્યાન સાંભળતાં સાંભળતાં સમ્યકત્વમૂલક બાર વ્રતને ગ્રહણ કર્યા અને વ્રત ગ્રહણ કરી પોતાના દેશમાં અમારી-અહિંસાની પટહાદુર ષણ-જાહેરાત કરાવી, તેમજ મુનિના ઉપદેશથી તેણે અનેક જિનમંદિરે કરાવ્યાં. દાનશાલાએ કરાવી, દીનને ઉદ્ધાર કર્યો, સાધર્મિક વાત્સલ્ય વિગેરે અનેક ધર્મનાં કામ કર્યા * હવે આ પ્રમાણે જિનેશ્વર ભગવાનના દર્શનને પ્રભાવ જોઈને કેટલાક દુષ્ટ પાખંડિઓ મુનિ ઉપર શ્રેષ-ઈષ્ય કરવા લાગ્યા અને તે બધાએ ભેગા મળીને એક ગર્ભવતી ચંડાલણને કહ્યું કે- , , , - “જે તું આ મુનિની ઉપર કલંક આપે તે અમે તને પાંચસો રૂપિયા આપીશું.” ત્યારે તે ચંડાલણીએ પણ ધન લઈને વાત કબૂલ કરી. . . . - હવે ચોમાસા પછી તે મુનિ ભગવંતે પણ ત્યાંથી વિહાર કરીને નગરની બહારના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તેઓ દેશના આપે છે અને રાજા વિગેરે બધા નગરજને દેશના સાંભળે છે. " કે ' ' . હવે તે વખતે ચંડાલણે ત્યાં આવીને તે સાધુને કહે છે: “હે મુનિ! હવે તમે કયાં જાઓ છે? તમે પેદા કરેલ ગર્ભવાળી હું થઈ છું, અને હવે થોડા જ દિવસમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust