________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 169 -દુષ્ટ! તું જે હોય તે સાચી વાત જણાવ. તને હું અભય આપું છું. મારાથી કઈ પણ જાતને ભય રાખ્યા સિવાય -તું સાચી વાત કહે અને નહીં' કહે તો તારા પ્રાણ લઈશ-મારી નાખીશ.” ત્યારે ભયથી કંપતા દેહવાળી તે -ચંડાલણુએ કહ્યું કે - - 1 - - - . “હે રાજન ! આ સંબંધમાં મારો કંઈ દોષ નથી આ બધા પાખંડિઓએ મને પાંચસો રૂપિયા આપ્યા અને તેઓની પ્રેરણાથી લેભમાં પડેલી મેં આ કપટ કર્યું છે.” તે સાંભળી ભયભીત થયેલા તે પાખંડિઓએ તે મુનિવરને વારંવાર નમસ્કાર કરી વિનંતિ કરી “હે મહાત્મન ! - અમારા આ અપરાધની ક્ષમા કરે. અમે તે નિર્ભાગી અને પૂર્વ પુણ્ય વિનાના છીએ અને તમે તે ખરેખર જીવની રક્ષામાં તત્પર છે.” : '. હવે અત્યંત ક્રોધાયમાન થયેલા રાજાએ તે બધાને મારી નાખવાને હુકમ કર્યો. પણ દયાળુ મુનિએ તેઓને જીવતા રાખવાનું જણાવતાં રાજાએ તે બધાને જીવતા - રાખી પિતાના દેશમાંથી દેશનિકાલ કર્યા–કાઢી મૂક્યા. આમ જિન શાસનની અત્યંત પ્રભાવના કરીને મુનિ -બીજા સ્થાને વિહાર કરી ગયા. અને છેલ્લે તે મુનિ વૈભારગિરિ ઉપર એક માસની સંખના અનશન કરી મરીને દેવ થયા. અને દેવ સંબંધી સુખ ભોગવીને તે પછી -મહાવિદેહમાં તે ક્ષે જશે. 9 : 2 3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust